________________
મુનિ અહિંસક કે અકિંચન?
४३७ આહાર સંજ્ઞા તમામ જીવે છે. કારણ કે આહાર ન હોય તો શરીર પણ ન હોય, અને શરીર જે ન હોય તે ઈન્દ્રિયો પણ ન હોય.
માને કે આહાર સંજ્ઞા ન હોય, માત્ર એકલો આહાર હોય. પણ એ આહાર લીધે થાય છે કે, વગર લીધે થાય છે. તૈજસ્ નામકર્મને લીધે તેજસૂ શરીર બંધાય, એ તૈજસ્ શરીરને લીધે સુધા ઉત્પન્ન થાય અને આહારની ઈચ્છા થાય, અને આહાર મળે એટલે પછી સંતોષ થાય અને તે ન મળે તે અસંતોષ થાય. જ્યારે ભૂખ લાગે ત્યારે બચ્ચાઓ રોવા માંડે છે. શાથી? કહેવું જ પડશે કે સુધાએ વેદના ઉત્પન્ન કરી, આહારની ઈચ્છા કરી, પણ તે ન મળે એટલે રોવા માંડયો અને આહાર મળ્યો એટલે તે રીતે બંધ થઈ જાય. આહાર મળ્યા પછી કંઈ વિચાર ન થાય એટલે રેવું બંધ થઈ જાય. એમ માને છે, તેથી કેઈ બચ્ચાને રેવું શીખવવું પડતું નથી. બલવાનું ચાલવાનું શીખવવું પડે છે. રોવાનું આપોઆપ તે શીખી જાય છે. આ રીતે એ આહારની સંજ્ઞા દરેક જીવને છે.
આહાર સંજ્ઞાથી છૂટવા તપસ્યા કરે. આ જીવ અનાદિ કાળથી આહારને અંગે પ્રયત્ન કરતો આવ્યો છે. એ ખાવાની સંજ્ઞામાં આપણે અનાદિથી રખડયાં છીએ. ચાહે જેવો કે ઠાર જેમાં હજાર મણ સમાતું હોય તે ભરાઈ જાય છતાં પણ સવા શેરની આ કાણું કઠી કેઈ દી' ભરાતી નથી. આ જ હિસાબે શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે પાણી પીધાં છે, અને અનાજ ખાધાં છે, તેના ઢગલા કરવામાં આવે તે તે જગતમાં ન માય. કેવળ માતાનું દૂધ જ જે ભવ પીધું છે તે બધું એકઠું કરીએ તે સ્વયંભૂ રમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર પણ માના દૂધ આગળ ખાચિયા જેટલે લાગે !
અનાદિ કાળની અપેક્ષાએ કેટલી માતાનાં દૂધ પીધાં છે ? એક એક માતાનું એક એક રૂપિયાભાર દૂધ લઈએ, તેપણ તે વધી જાય, કારણ કે સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી અનંત રૂપિયા ભાર નથી. તેમ છતાં સવા શેરની આ પેટની કાણું કેઠી ભરાય નહીં ? જે એ