________________
४४०
આનંદ પ્રવચન દર્શન હોય? તિર્યંચમાં વિવેકપણું હેય ક્યાંથી? એવી રીતે નિવિવેકી મનુષ્ય પણ નિષ્ફળ કાર્યો કરે. પરિણામ વિચારીને કાર્ય કોણ કરે? તે કે વિવેકી કરે. એ જ તિર્યંચના સંકલ્પો હજુ પણ મનુષ્યપણામાં આવ્યા છે. કુટુંબને પાળવા પિષવા વગેરેનું ફળ શું તે વિચાર્યું. હજારે પાપ, હજારે અધર્મો કરીએ, દેવ પ્રત્યે બેદરકારી દાખવીએ અને ગુરૂની અવજ્ઞા કરીએ તે તેનું ફળ શું? પણ જીવને ગળે તે પ્રાણ હોય તે પણ કુટુંબની જ ચિંતા થયા કરે છે.
મનુષ્યમાં કુટુંબચિંતા સાથે પૈસાને મેહ વળગ્યો.
વિવેકશૂન્યપણાનું લક્ષણ હજુ મનુષ્યપણામાં એમનું એમ જ રહ્યું છે. વહુઓને ઘેર આવ્યા પછી સાસુઓની શી દશા થાય છે તે છતાં બીજાને પરણાવ હોય ત્યારે એવી ને એવી રીતે સાસુ ઘેલી થઈ જાય છે.
દેવગતિમાં પણ એ જ સ્થિતિ હોય છે. દેવતામાં સગાને કઈ જાતને સંબંધ નથી. મનુષ્યમાં એક માતાના જણેલા બે ભાઈ હોય તેમ દેવમાં નવ મહિના નથી રાખવાનું ગર્ભમાં કે નથી પાળવાનું, છતાં મેહથી દેવતા ગાંડા એટલા બધા થઈ જાય છે કે તેને પારનથી. એક દેવી ચાવી તો દેવતા ગાંડા થઈ ગયા. દેવતાપણામાં કુટુંબપણને મેહ એમ ને એમ ચાલે છે.
* મનુષ્યપણુમાં બધા કરતાં પૈસાની નવી સ્થિતિ ઊભી થઈ, અત્યાર સુધી પાંચ ઈન્દ્રિયોની જ હતી. પણ કુટુંબપણાની ઊભી થઈ, પછી સ્થાનની-મકાનની અને પછી આ પૈસાની લાલચ ઊભી થઈ! હવે પિસા આગળ આગળની છયે ગૌણ થઈ જાય છે. ઈન્દ્રિયોના વિષયો છોડવા પડે તે કબૂલ. કુટુંબને દુઃખ થાય છે તે પણ તે કબૂલ. તે પેલી સાત કરતાં આ આઠમી સ્થિતિ તે દુનિયાના વિષયોને પણ ભૂલાવે છે. પૈસાને અંગે જ પરમેશ્વરપણાની બુદ્ધિ થાય એ મનુષ્ય પંચેન્દ્રિયપણમાં જ છે. સાધુઓ તેથી જ કહે છે કે “અકિંચન બને.” સાધુનું નામ અહિંસક નથી રાખ્યું, સત્યવાદી નથી રાખ્યું પણ અકિંચન નામ રાખ્યું. સાધુમાં ગુણ ઘણુ બધા છે પણ નામ