________________
૪૨૨
આનંદ પ્રવચન દર્શન
અંતરાત્મા કોને કહેવાય? આ જીવ પણ પુદગલરાગી હોય છે ત્યાં સુધી હાડકાના કકડા તરીકે જગતના પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને તેમાં સુખ માને છે. પણ એને ભાન નથી કે એ સુખ શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિનું છે. જે પુદ્ગલે લોહી પેદા કરે છે, તે પુદગલે અજીર્ણાદિ પણ કરે છે, જ્યારે શાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલે ખાધું પચાવે અને શરીરમાં લોહી ભરે પણ અશાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલે તાવ વગેરે લાવી લેહીને બગાડે અને કમી કરે, તેમજ શક્તિને હણી નાખે.
આ જીવે અનાદિકાળથી મહેનત કરી તે વાત ખરી પણ તે પુદ્ગલ માટે કરી છે. પોતાના આત્મા માટે નહીં. શાસ્ત્રકાર આટલા જ માટે કહે છે કે, “હે જીવ! તું બહિરાત્મા ન બન, અંતરાત્મા બન.” “શાસ્ત્રકાર દિશા બદલવા સૂચન કરે છે.
જે જીવ પુદગલ એ જ પંડ માને, તેના આધારે પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે બહિરાભા.
અને પુદ્ગલ તથા આત્માને ભિન્ન માને, સુખ દુઃખના કતરૂપે શાતા, અશાતાના ઉદયને, તથાવિધ પુગલેને માને તથા સર્વજ્ઞનાં કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે તે અંતરાત્મા.
આબરૂ કેવી? દુનિયાનું દષ્ટાંત, રોજ વ્યવહારમાં નજરે તરતું દષ્ટાંત વિચારે તે વસ્તુ તરત સમજાય. આઠ દશ વર્ષના છોકરાને પૂછે કે આબરૂ, ધળી, કાળી, પીળી, ભારે કે હલકી? એના તરફથી કયે જવાબ મળશે? સારા જવાબની આશા રાખવી નિરર્થક છે કેમ કે તે બિચારે માત્ર ખાવા પીવામાં, પહેરવા, ઓઢવામાં, નાચવા-કૂદવામાં, રમતગમતમાં જ સમજે છે. “આબરૂ' એ ચીજ શું છે એનું એને જ્ઞાન નથી, તે ભાન તે હોય જ કયાંથી ? “આબરૂ' એ વસ્તુ બાળક માટે સમજણના વિષયની બહાર છે. આબરૂ રહી તેયે શું અને ગઈ તેયે શું? એમ બાળક તે માને કેમ કે આબરૂને ઓળખતે જ