________________
૪૨૮
આનંદ પ્રવચન દઈન
લીધે માનીએ. મહાવીર ભગવાનના જન્મદિવસને પવિત્ર ગણવાનુ કાઈ કારણુ હાય તા તેમનુ જિનેશ્વરપણું છે, તે પણ એવું કે રજિસ્ટર નહિ. માર્કો રજિસ્ટર થાય તે ખીજાથી ન થાય; તેમ જિનેશ્વરાએ પેાતાને ત્યાં જિનેશ્વરપણું રજિસ્ટર કરેલુ` નથી. તે લ્હાણી કરવાવાળા અને પ્રેરણા કરવાવાળા છે. ‘હું જિનેશ્વર થયે! એમ નહિ પણ તમે જિનેશ્વર બના, થાઓ,' આવે! ઉપદેશ દેનારા, છે. જૈન ને અજૈનની વચ્ચે આટલે ફરક છે. પણ તે ન' ને ત’માં ફરક છે.
જૈના જિનેશ્વરને બનાવનાર માને, અજ્રના પરમેશ્વરપણું માત્ર પેાતાનું બતાવે પણ બનાવે નહિ. જૈના પરમેશ્વર પશુ બનાવવા માટે જિનેશ્વર ભગવાનને માને, કુંભાર માટી લઈ ને ઘડે બનાવે છે તેવી રીતે દેશના દ્વારાએ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે તમને ઉત્તમતાના માર્ગે, ટોચે લાવનાર કેાઈ હાય તા મહાવીર મહારાજની દેશના–ભગવાન મહાવીર મહારાજાની વાણી જેને આપણે શાસ્ત્રો આદિ કહીએ છીએ તે જ વાણી છે. તમારા આત્માને બચાવનાર કાઈ ચીજ હાય તે! તે મહાવીર મહારાજની દેશના.
દેશના–વાણીમાં કઈ તાકાત કે છે જે અમારૂં રક્ષણ કરશે ? દુનિયામાં રહેલા જાણે છે કે જમાવટ કરવામાં મુખ્ય કારણ શું?
અસમર્થતાની છાયા વ્યાપી જાય છે તે.
ન્યાયને અંગે જખરા શૂરવીર, ન્યાયી, તે કયા આધારે ? તા ઇતિહાસના આધારે. જે દેશના ઇતિહાસ ધાવાઈ ગયે તે દેશ પણ ધાવાઈ જવાને, તેવી રીતે જિનેશ્વર ભગવાના ઇતિહાસની પરાવૃત્તિ કરે છે. તમારા આત્મામાં જે પુદ્ગલની છાયા છે કે પુદ્ગલથી સુખ આવે તે ન્યાલ અને તે જાય તે નુકસાન તેને ભૂંસી નાંખવા. તમારા મેલા ધાઇને તમારા અંતઃકરણને શુદ્ધ કરવું તે જ મહાવીર મહારાજાની વાણીનું કામ, ભવ્ય જીવેાના અંતરને વિષય; કષાયને મહત્ત્વ આપી રહ્યો છે, તેને સમજાવવુ જોઇએ કે આ પાષાક નહિ, પણ શેષણ કરના૨ છે. આ સમજાય કયારે કે અંતરના મેલ દૂર થાય ત્યારે. ભવ્ય જીવાના અંતરના મેલ ધોઈ નાખવા માટે જો કોઈ કામ લાગતું હોય તે ભગવાનની દેશના છે તે દેશના ભગવાનના જન્મદિવસે આપણે પામીએ છીએ તે તે દહાડે આરાધના કરવી અને તેથી તે પવિત્ર છે, અને કલ્યાણ કરનાર છે.