________________
૪૨૦
આનંદ પ્રવચન દર્શન ગ એટલે મન, વચન તથા કાયાને પુદ્ગલેના આધારે પ્રવૃત્તિ. તે પ્રવૃત્તિ તે દરેક ક્ષણે દરેક સંસારી જીવને રહેલી જ છે. સાધ્ય છતાં, પ્રવૃત્તિ છતાં કાર્ય કેમ ન થયું એ પ્રશ્ન રહેજે થાય? કાર્ય થાય તે કાળે જ થાય, કાળ પરિપકવ થાય ત્યારે જ થાય. ચૂલામાં અગ્નિ છે, તપેલીમાં ચેખા ચૂલે મૂક્યા છે, પણ તરત રંધાઈ ન જાય. રંધાવામાં સમય જોઈએ. પ્રવૃત્તિ, સમય તથા કારણે જોઈએ. એ યાદ રાખે કે વિના કારણે–વિના કારણ મળે, પ્રવૃત્તિ તથા સમયવહન માત્રથી જેમ કાર્યસિદ્ધિ નથી થતી તેમ કારણે મળવા માત્રથી પણ વિના પ્રવૃત્તિએ કે સમય વિના કાર્યસિદ્ધિ થતી નથી. કોઠામાં દવા જતાં વેંત અસર ન કરે.
પ્રશ્ન થશે કે સમયની વાત સાચી પણ અનાદિકાળને સમય તે ગયે પછી હવે કેટલાક સમય જોઈએ? અનાદિકાળથી ચાલુ મહેનત છતાં ન તે સુખની સિદ્ધિ થઈ, ન તે દુઃખનું નિવારણ થયું. આનું કારણ શું? એનું કારણ મહેનત જે અવળચંડી બાઈ જેવી વિપરીત હોય તે શી રીતે કાર્યસિદ્ધિ થાય?
અવળચંડાઈનું પરિણામ એક અવળચંડી બાઈ હતી. કહેવામાં આવે એનાથી અવળું કરવું એ જ એને સ્વભાવ હતે. એક વખત ઘર આગળ લગ્ન પ્રસંગ આવ્યું ત્યારે ઘરવાળાએ વિચાર કર્યો કે લગ્ન જેવા શુભ પ્રસંગે અવળચંડી બાઈનાં પગલાં ટળે તે સારૂં? એ કાંઈ જાઓ” કહેવાથી જાય તેમ ન હતી.
આથી ઘરવાળાએ કહ્યું. “જુઓ ! આપણું ઘેર લગ્નનું ટાણું છે માટે તમારે પિયર જવાનું નામ લેવું નહીં” બસ!
અવળચંડી કહે કે, “તે પિયર જવાની!” બાઈ ચાલી,
ઘરવાળાએ કહ્યું : “બળદ અહી કામ લાગે માટે તે લઈ ન જવાય.”
અવળચંડી કહેઃ “હું તે બળદ લઈ જવાની.”