________________
જૈન કેણ?
૪૦૫ છે કે બે જાતના વાયુ ભેગા થાય છે એટલે પાણી બને છે. ત્યારે હવે આ વાત આખા સંસારે કાન પકડીને માન્ય રાખી લીધી છે.
વિચાર કરો કે પાણીનું પૃથક્કરણ કરવાને માટે ભગવાનની પાસે ક્યાં જારે હતાં? તેમણે ક્યાં ઓજારોથી પાણીમાંથી હાઈડ્રોજન અને એફસિજન વાયુ જુદા પાડયા હતા? મારીને ઘડે કર હોય તે ઘડારૂપી કાર્ય માટે માટીરૂપ ઉપાદાન કાર્યની જરૂર છે. " ઘડારૂપ કાર્યમાં માટી એ ઉપાદાને કારણે છે. જ્યારે ચકદંડ ઈત્યાદિ નિમિત્ત કારણ છે. ઘડારૂપે જે કોઈ વસ્તુ પરિણામ પામતી હોય તે તે માટી જ છે. માટે માટી એ ઉપાદાન કારણ છે અને માટી એ ચક્રદંડ ઈત્યાદિની મદદથી ઘડારૂપે પરિણામ પામે છે માટે તે ચક્રદંડ ઇત્યાદિ નિમિત્ત કારણ છે. તે જ પ્રમાણે પાણીમાં ઉપાદાન કારણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે.
હવે જે તમે એમ કહે કે ભગવાને જ્ઞાન વિના જ આ સઘળી - વાત કહી છે તે તમારે જવાબ આપવાનું રહ્યું કે કયાં ઓજારો - વડે અને કયાં મશીન વડે ભગવાને આ વસ્તુની શોધ કરી હતી? તમે એ પ્રશ્નનો જવાબ આપી શકશે નહિ અને આથી તમારે માનવું જ પડશે કે ભગવાને આ સઘળાં વિશુદ્ધ સત્યે પોતાના - જ્ઞાનથી જ જોયાં અને જાણ્યાં હતાં અને તે સર્વ જગતને જણાવ્યાં હતાં. પાણીમાં ઉપાદાન કારણ પણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે એ વાત આજથી અઢી હજાર વર્ષો પહેલાં ભગવાન શ્રી જિનેશ્વરદેએ સંસારને જાહેર કરી હતી. જે વાત આજે અઢી હજાર - વર્ષ પછી અણીશુદ્ધ સાબિત થઈ છે અને એ સત્ય આપણે આજે અનુભવી રહ્યા છીએ. હાઈડ્રોજન અને એફસિજન નામના બે વાયુઓને ભેગા કરીને તેનું પાણી બનાવવું એ તે આજે કેલેજને વિદ્યાથી પણ બનાવી શકે છે. તે જ પ્રમાણે તે સહેલાઈથી મશીનમાં નાંખીને પાણીનું પૃથક્કરણ કરીને બંને વાયુઓને જુદા પણ પાડી શકે છે.
બીજા શાસનવાળાઓએ શબ્દને ગુણ માન્ય છે અને તે જ - પ્રમાણે પાણીના પરમાણુ હોવાનું માન્યું છે. એ માન્યતાઓ કેવી