________________
જન કોણ ?
yog
માટે જ તે માનવદેહ કહેવાય છે એ જ પ્રમાણે વાયુનું સ્વરૂપ પલટાવીને જે જે આત્માએ તેને પાણી રૂપે સજ્જુ' છે-પલટયુ' છે તેને અસૂકાય કહીએ તે તે કેવળ વાસ્તવિક છે. જેઓ પાણીને જ તત્ત્વ માની રહ્યા છે અને પાણીના પણ ન પૃથક્કરણ કરી શકાય તેવા પરમાણુઓ હાવાનું જ માને છે તેએ સ્પષ્ટ રીતે અજ્ઞાનને જ સેવી રહ્યા છે કે ખીજું કાંઈ ?
નાયિકા અને વૈશેષિકેાએ પરમાણુની કેવા પ્રકારની વ્યાખ્યા કરી છે તે હવે વિચારે. નૈયાયિકા કહે છે કે જે સૂક્ષ્મ રજના છઠ્ઠો ભાગ છે તે જ પરમાણુ છે અને મીમાંસકા કહે છે સૂક્ષ્મ રજના જે ત્રીસમેા ભાગ છે તે પરમાણુ છે. એ પરમાણુઓના નાના પરમાણુએ અશકય છે. હવે આગળ વાત કરી. હાલના વિજ્ઞાન પ્રમાણે એક નાનામાં નાના સૂક્ષ્મ કણના બે કરોડ અને ૬૯ લાખ કણિયા યાને બારીક પરમાણુ થાય છે. બાહ્ય શેાધને આધારે નીકળેલું આ પ્રમાણ છે અને તે પ્રમાણે પ્રત્યક્ષ વિજ્ઞાને સાબિત કર્યુ છે. તે! હવે વિચાર કરજો કે નયાયિકા અને વૈશેષિકાને સાચા માનવા કે તેમને કલ્પનાના ઘેાડા દોડાવનારા માનવા ?
યુરાપનું વિજ્ઞાન હજી વધારે દૂર જઈ શકયું નથી. તે દૃશ્ય વસ્તુએ સુધી જ જઇ શકયું છે, પરંતુ વૈજ્ઞાનિક શોધખેાળથી પણ જૈન વિજ્ઞાન આગળ વધેલુ છે. જૈન શાસ્ત્રકારેએ અનંતા ક્રમ પરમાણુ માન્યા છે. અને એવા અનંતા સૂક્ષ્મ પરમાણુરૂપે એકઠા થાય ત્યારે એક વ્યવહાર પરમાણુ અને એમ જણાવ્યું છે. આવા અસંખ્ય વ્યવહાર પરમાણુ એકડા થાય ત્યારે નજરે દેખી શકાતા કણ અને છે. પરમાણુના સ્વરૂપને જ જેએ પ્રતિપાઢતા હતા તેમનું જ્ઞાન કેવું મિથ્યા હતુ. તે વાત આજે ખૂલ્લી પડી જાય છે. સમય સરખી કાળની બારીકી અને આકાશ સરખી પ્રદેશની બારીકી જે તીર્થંકરભગવાને જણાવેલી તે જ આજે સારાયે સંસારને માનવી જ પડે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ સૌંસારમાં કેઈ સર્વજ્ઞ હાય તા તે માત્ર તીર્થંકર ભગવાના છે.