________________
ધર્મલાભ
૩૯૯ વાવડીમાં પડી મરી ગયા, તે બદલ ભગવાન મહાવીરદેવને કે તેમના સાધુને દિલગીરી નથી, તેમજ કેણિકને રાજ્ય મળ્યું તેમાં સાધુને, આનંદ કે સંતેષ નથી. તે દુનિયાદારી સાથે સંબંધ રાખત તો તે પૂજાત ખરા ? કેઈપણ ધમ આંગણેય ઊભા રહેવા દેત નહીં! સાધુઓ દુનિયાની ઋદ્ધિસમૃદ્ધિમાં મદદગાર થાય નહીં. દુનિયાદારીના વિષયની અનુકૂળતા એને પ્રતિકૂળતાની અપેક્ષાએ ગુરૂને ઉપદેશ નથી. એ વિષયે તે ગળાને ફાંસે છે. કાશીનું કરવતઃ બેય તરફ જતાં આવતાં શહેરે અને કાપે ! દુનિયાદારીના રાગ અને દ્વેષ બનેને કરવત જેવાં સમજાશે ત્યારે જ એને ત્યાગ કરનાર ગુરૂની પૂજ્યતા ખ્યાલમાં તેમને આવશે. સામાયિકને ધમ માને, કલ્યાણને માર્ગ માનો, તે જ ગુરૂને ગુરૂ માની શકે. ત્યાગ એ જ આત્મકલ્યાણનું કારણ છે એમ ન મનાય ત્યાં સુધી ગુરૂને ગુરૂ તરીકે માની શકાય તેમ નથી.
તમે તે ચોવીસે કલાક બસ એક જ “ભજ કલદાર! ભજ કલદાર !” ને જાપ જપી રહ્યા છે ! એટલે “પૈસે, ઋદ્ધિ-સમૃદ્ધિ ડૂબાડનાર છે? એમ કહેનાર તમને સારા કયાંથી લાગે ? આ સ્થિતિમાં ધર્મની ઉત્તમતા વસવી જ મુશ્કેલ છે. ત્યાં ત્યાગને ઉપદેશ કે ત્યાગી ઉપદેશક પ્રત્યે ભાવ કયાંથી જાગે ? તમને તે ગુરૂ સારા લાગશે, તેમના પ્રત્યે ભાવ જાગશે, કે જે તમને જૂદી જૂદી ચીજોના થનારા ભાવ બતાવશે, તિજીમંદીના ગાળા આપશે, પણ એ ચાળા લારા કરનારા છે.
આ મમતા જ કારણ છે કે જેથી “તમે ગળે સુધી ડૂબી રહ્યા છે” એવું સાચું કહેનાર તમને સારા નથી લાગતા. તમારા અવળા ધ્યેયના કારણે તમે ત્યાગને ધર્મ નથી ગણુતા, ત્યાગીને ગુરૂ નથી ગણતા અને ગુરૂ ન ગણે તે પછી તરણતારણપણે તે ગણે જ શાના? ત્યાગ જ ધર્મ છે, ધર્મ ત્યાગમય જ છે, એ વાત જ્યારે હદયમાં ઊતરશે, જચશે, સશે ત્યારે જ સમજાશે કે મારે આત્મા ફસાયે છે, એવું સ્પષ્ટ કહેનાર ત્રણ જગતમાં બીજે કઈ નહિ મળે, એ તે નિઃસ્પૃહી સાધુઓ જ કહી શકે.