________________
૪૦૨
આનંદ પ્રવચન દર્શન માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણુતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગર્ભે હાથે અંદર ખેંચી લીધો.
હવે વિચાર કરે કે અવિન બાળનાર છે એ વાત ગર્ભમાં પેલા બાળકને કેણ શીખવવા ગયું હતું વારુ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું. વિષયથી સુખ અને દુઃખ માનવું એ જીવને રવાભાવિક સ્વભાવ છે. અનુકૂળ વિષયમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ
“રમવત્ સર્વભૂતેષુ થ: વતિ રવિ એ કોકમનો અડધ લેક ફેરવી નાંખ્યો હતો અને તે લેકને ___“आत्मवत् सर्वभूतेषु-सुखदुःखे प्रियाप्रिये" આ પ્રમાણે ગોઠવ્યો હતો.
સાચે દ્રષ્ટા કાણુ થઈ શકે? તમે જે તમારા પિતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજના સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણી શકશો. એ વાકય બલવામાં ઘણું સુંદર છે પણ તત્ત્વતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ ખરેખરા દેખીરા તેઓ જ છે કે જેઓ સઘળા જ જેની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે.
જે પિતાને આત્મા તે પર આત્મા, અને જે પર આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણી ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રષ્ટા છે, આ વાત બોલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી.