________________
૩૮ર
આનંદ પ્રવચન દર્શન
ગાંડે છે,” એમ દીકરાને કહ્યું, પણ બીજો સાંભળનાર તે સ્થળે, જમાઈને ગોઠવી દે તો તે બોલનાર સાસુ-સસરાની કિંમત ઘટાડે છે. “ના પુureત રથ તદા તૃછા થા' અર્થાત્ જેવી રીતે ચકવતિને ધર્મ કહે કે ઋદ્ધિમાનને ધર્મ કહે તેવી જ રીતે દરિદ્રીને ધર્મ કહે.” એમ સ્પષ્ટ છે તો પછી પ્રતિક્રમણ વખતે ખોટી થઈને પણ આચાર્યે દ્ધિમાનને જ કેમ ધર્મોપદેશ દેવો ? અહીં ધર્મના પ્રકારની સરખાવટ છે. વાક્ય, વખત, વિસ્તાર, બેસવું, વગેરેની સરખાવટ નથી. હિંસા વિરમણાદિ સંવર ધર્મ, દાન–શીલાદિ પ્રવૃત્તિરૂપી ધર્મ ઋદ્ધિમાનને કહે તે જ દરિદ્રીને કહે. રાજા અને ગરીબને દાનશીલને ધર્મ સમજાવ. બંનેને હિંસા વિરમણને ધર્મ સમજાવે. બંનેને હિંસા આદિમાં અડચણ સમજાવવી. દરેકને અપાતા ઉપદેશમાં, સ્વરૂપથી લેશ પણ ફરક નથી. મહાવ્રત, અણુવ્રત, સમ્યક્ત્વ, દાનધર્મ, શીલધર્મ, તપધર્મ, ભાવધર્મ આ તમામનું સ્વરૂપ જેવું દરિદ્રીને કહેવાય, તેવું જ શ્રીમંતને કહેવાય. ધર્મના સ્વરૂપની અપેક્ષાએ આ વાત છે. ધર્મના પરિશ્રમ આદિ માટે એ વાક્ય નથી. હવે આચાર્યો રેકાવું તે તો ધર્મના કાળની (સમયની અપેક્ષાએ છે. પણ રીતિમાં ફેરફાર નથી. એકને ધર્મ દેતાં એટલે ધર્મદેશના દેતાં અનેક આત્માઓ ધમી થાય, ધર્મ પ્રત્યે ખેંચાય, તેવું જઈ ત્યાં આગળ આચાર્ય બેટી થાય ત્યાં બાધ નથી. આવા પ્રસંગે ટાઈમને કેરફાર કરી શકાય.
દેવ બોલે નહીં પણ દેવની આશાતના બાળી નાંખે
“જૈનધર્મમાં ફક્ત ભાવને સ્થાન છે દ્રવ્યને સ્થાન નથી” એવું બેલી કેટલાકે પિતે ભળતું જ કહેવા માગે છે. જેમકે એક વ્યકિતને પહેલી પૂજા કરવી છે અને ઘી બેલિવું નથી ત્યારે તે ઉપર મુજબ બોલે છે, પણ ખરી વાત એ છે કે દેવદ્રવ્યમાં જતું દ્રવ્ય તેઓને પોતાના ખરચમાં ન આવવાથી ખટકે છે.
કેટલાક સાધુઓની સ્થિતિ એ થઈ છે કે તેમના પરચૂરણ ખર્ચ એટલા વધ્યા છે કે શ્રાવકે પાસે માગતાં મેં દુઃખી જાય છે. એટલે