________________
૩૮૨
આનંદ પ્રવચન દર્શન પરિણતિજ્ઞાનની આવશ્યકતા છે. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા હોય, તેમના સર્વરૂપણની પ્રતીતિ હેય, તેમના શાસનને શિરસાવંઘ માનતે. હોય, તેવાને જે જ્ઞાન તે પરિણતિરૂપ ગણાય છે. તમારા કેઈની પાસે લાખ રૂપિયા લેણુ છે, પતતા નથી, કેર્ટમાં દા માંડયે, હુકમનામું થયું, ત્યારે કેટલે આનંદ થાય છે? હુકમનામું થતાં કાંઈ પૈસા હાથમાં આવ્યા નથી. પૈસા હાથમાં આવવાને હજી વાર છેઃ હુકમનામું બજાવશે અને મળશે ત્યારે પૈસા હાથમાં આવશે, પણ આનંદ તે હુકમનામું થતાં જ થાય છે. તે રીતે પરિણતિજ્ઞાનથી પણ આનંદ થઈ જાય. પિતામાં કેવળજ્ઞાન છે એવું ભાન થાય ત્યારે જ કેવળજ્ઞાનને નડતાં આવરણે દૂર કરવાની ભાવના જાગે, એ પરિણતિજ્ઞાન છે. ડૂબતે મનુષ્ય બધું ભૂલી જાય છે, સંસારીને બાયડી-છોકરાં વગર બીજું કાંઈ નજરે દેખાતું નથીઃ ડૂબતે વ્યર્થ બાચકાં ભરે છે. પરિણતિજ્ઞાનવાળાને કેવભજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. છ ખંડના માલિક ચકવતીઓએ રાણીઓને, વહાલા કુંવરને, કુંવરીઓને, કુટુંબીઓને શી રીતે દીક્ષા અપાવી હશે? એ મેહ કેમ તૂટ હશે ? પિતે શી રીતે સંયમ લીધું હશે? તે વિચારે ! એ બધે પરિણતિ- જ્ઞાનને પ્રભાવ છે
તીર્થ કર, કેવલી, ગણધર અને વિશિષ્ટ જ્ઞાનીના વિરહકાળમાં વિરવચન આલંબનભૂત છે.