________________
૩૮૮
આનંદ પ્રવચન દર્શન જે શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ, તે સજ્જન છે, તે સાધુ છે. સાધુ કે સજજન દરેક ચીજ શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ છે. સુખી. શાથી થયા કે સુખી શાથી થવાય? દુઃખી શાથી થયા કે દુઃખી શાથી થવાય ? એ બધું શાસ્ત્ર બતાવ્યું છે. શાસ્ત્રને ન માને તેના જેવા આંધળા કયા?આંધળો શબ્દ સાંભળી દુઃખ તે થશે, પણ શાસ્ત્ર ન માનનાર માટે બીજે શબ્દ નથી. પાપરૂપી રોગ ટાળવાને માટે ઔષધ શાસ્ત્ર છે. દુર્ગતિથી ડરનારે શાસ્ત્રને અનુસરીને જ વર્તવું. શાસ્ત્રને માનનાર તથા તદનુસાર વર્તનાર મેક્ષના શાશ્વત સુખમાં વિરાજમાન થશે.
સવને સુખ વહાલું છે, દુઃખ અપ્રિય છે. ___ आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये
જેવો તારા આત્માને સમજે, તેવા જગતના બધા આત્માને સમજ ! તારા આત્માને સુખ વહાલું છે, અને દુઃખ અળખામણું છે, તેમ પ્રાણીમાત્રને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. માટે કેઈને સુખમાં અંતરાય કરે નહીં તથા કેઈને દુ:ખ દેનાર થવું નહિ. અન્યજીવોની હિંસા કરવી નહીં ! જગતના જીવે તરફથી હિંસાની દષ્ટિ દૂર કર! આ રીતે આત્માને સારા રસ્તે યોજવામાં આવશે તે જરૂર તે મોક્ષને પામશે.