________________
૩૪૨
આનંદ પ્રવચન દર્શન
માનવભવની થાપણ શી? આ બધા ઉપરથી સમજવાનું એ છે કે આપણી સદ્ગતિને આધાર જે કંઈપણ ચીજ ઉપર હોય તે તે આપણું કર્મો ઉપર છે, પરંતુ બીજા કશાના ઉપર નથી. હવે આપણે જે આ પેઢી છેલી છે તેને આધારે તપાસે. આપણી આ માનવભવની પેઢીમાં ત્રણ રકમ. જમા કરેલી છે?
૧. પાતળા કષાય, ૨. દાનરૂચિપણું અને ૩. સદગુણપણું.
વિભાવે પાતળા કષાય હાય અર્થાત્ ઘરબારને અંગે થતા કષાયે પાતળા હોય તે તે આ મનુષ્યપણાની પેઢીની એક થાપણ છે. હવે કઈ એમ કહેશે કે થાપણથી જ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય છે તો એ થાપણ તે બધા જ એકેન્દ્રિોમાં પણ ષ્ટિએ પડે છે. તે પછી બધા જ એ કેન્દ્રિય માનવનિમાં જ આવતા હોવા જોઈએ.
આનો જવાબ એ છે કે પાતળા કષાયો સાથે બીજી થાપણ. તે દાનરૂચિ છે, પણ અહીં યાદ રાખજો કે સનરૂચિ અને દેવું એમાં આસમાન-જમીનને ફેર છે. કેઈ એક ખઈ દાનમાં આપે એથી તેનામાં દાનરૂચિપણું નથી એમ સમજવાનું નક્કી, અથવા કઈ લાખ રૂપિયાનું દાન કરે તે તેનામાં દારૂચિપણું છે એમ પણ માની લેવાનું નથી.
૫૦૦ બચ્યા કે ૧૫૦૦ ગયા? ધારો કે એક શ્રીમંત શેઠ છે. તેની આગળ દાનની ટીપ આવે છે. કોઈએ એ દાનની ટીપમાં બે હજાર ભર્યા હોય તે એ શેઠિય. પણ એ આંકડાને જ વળગી પડે છે ! ફલાણા ભાઈએ બે હજાર મૂક્યા તેમાં શું થયું? અરે ! એ તે કરોડપતિ છે, લાખ આપે તોય. ઓછા છે, અમે તે ફલાણાની સામે કલંડલિયા ગણાઈએ. આ વરસે વળી વેપારમાં ખોટ છે, રૂના બજાર ઠંડા છે, જે ૧૫૦૧ લઈ જાઓ. એવે એ લવારે કરીને આ શેઠ રૂ. ૧૫૦૧ ભરી આપી. ટીપવાળાને વિદાય કરે છે. અને ટીપવાળે વિદાય થાય કે શેઠ મનમાં ખુશ.