________________
મૂતિ પૂજાનું રહસ્ય જ પ્રમાણે તેમના શિષ્યએ અનુક્રમે ધાર્યું હતું, એ જ પ્રમાણે પરંપરા ચાલુ રહી હતી, પરંતુ પાછળથી સ્મરણશક્તિ ઘટી ત્યારે ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ વલભીપુરમાં લખવાનું શરૂ કર્યું હતું. ભગવાન શ્રી સર્વજ્ઞદેવોએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે આગમકારોએ લખ્યું હતું એટલે અહીં કેઈપણ પ્રકારની આપત્તિ યા તે શંકાને સ્થાન જ નથી. જ્યારે વલ્લભીપુર ખાતે આગમ લખાયાં ત્યારે મુમતે ઓછા ન હતા. કુમતવાદીઓની હસ્તી ખુદ વલભીપુરમાં જ હતી. એ શત્રુઓની વચમાં જ જિનાગમ રૂપી દસ્તાવેજ તૈયાર થયા હતા. .
હવે વિચાર કરો કે જે દસ્તાવેજ શત્રુઓની વચ્ચે તૈયાર થયે છે તે દસ્તાવેજની સત્યતામાં તે શી ખામી હોઈ શકે ! આપણા સઘળા જૈન આગમે એ વલભીપુરમાં લખાયાં હતાં, છતાં બધા આગમોમાં જોઈ લે કે કોઈપણ સ્થળે સેરઠી છાયા એ આગમ ગ્રંથમાં ઊતરવા પામી નથી. દેવદ્ધિ ગણિની પિતાની તેઓશ્રીના ગુરુની વાત પણ કોઈ સ્થળે તેમાં અંકિત કરવામાં આવી નથી. શ્રીમાન્ દેવદ્ધિગણિને જે પ્રમાણે યાદ હતું તે પ્રમાણે તેઓ લખતા હતા.
જે સિદ્ધાંતે એ પ્રસંગે લખાયા હતા તેમાં જે દેવદ્ધિગણિએ ફેરફાર કર્યો હોત તે તેમના અહંતત્ત્વની છાયા તેમાં જરૂર આવી જ હેત ! બીજું કાંઈ નહીં તે તેમણે પોતાના ગુરુનું ગૌરવ વધારવાનું, તે તેમાં જરૂર કાંઈ પણ લખ્યું હોત, પરંતુ તેઓએ કશો જ કોઈ સ્થળે ઉલ્લેખ કર્યો નથી. આજકાલ ગુરુ પરત્વેની ભક્તિ ઓછી થઈ છે, તે પણ જેઓ ધાર્મિક પુસ્તકનું પ્રકાશન કરે છે તેઓ પુસ્તકમાં પિતાના ગુરુઓની ઢગલાબંધ છબીઓ લે છે, પણ ભગવાન દેવદ્ધિગણિએ એવું એક પણ કાર્ય કરેલું અદ્યાપિ પર્યત કોઈ સંશોધકે શોધી આપ્યું નથી. ભગવાન દેવદ્ધિગણિએ તે ફક્ત પોતાને જે વસ્તુ
સ્મરણમાં હતી તે જ સાવંત લખવાની હતી, તેમાં કાઢવા-ઘુસાડવાની વસ્તુ તેમને કાંઈ કરવાની ન હતી. - જે સમયે વલ્લભીપુરમાં આગ લખવાનું કાર્ય ચાલતું હતું તે સમયે ભગવાન શ્રી દેવદ્ધિગણિએ ખૂણામાં બેસીને ગૂપચૂપ એ
૨૪