________________
સૂતિ પૂજાનું રહસ્ય
૩૬૭ હવે પ્રશ્ન ઉપસ્થિત થશે કે જૈનશાસન આટલું પવિત્ર છે અને યુક્તિયુક્ત છે તે પછી એ જૈનશાસનના અનુયાયીઓ મુકીભર કેમ છે?
ઠીક. તમે લડાઈમાં જવા માટે જાતે તૈયાર થઈ જતા નથી, પરંતુ તમારા દેશને સંરક્ષણને માટે તમારા દેશની સેના લડી રહી હોય તે તેને તમે વખાણે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહાન કામને સમજનારા બહુ ડા હોય છે. અને તેવા કામને સમજીને તેને અમલમાં મૂકનારા તેનાથી પણ અતિ ઘણા ઓછા જ હોય છે, એ જ પ્રમાણે જનનું ધ્યેય ત્યાગવતનનું છે. જેનિઝમનું દયેય જ માત્ર ત્યાગનું હોય અને વર્તન મઝા ઉડાવવાનું હેત તે જુદી વાત હતી, પરંતુ અહીં તે ધ્યેય અને વર્તન બને ત્યાગના છે. આથી આવા ઉગ્ર ધર્મના પાલકે ચેડા હોય તે સ્વાભાવિક છે. મરજી પ્રમાણે ફાવે તે રીતે વર્તવાની છૂટ હોય તે તે કુળાચારે ધર્મ થયો તે તેવા અજ્ઞાન તરફ ઝકનારા લાખો હોય છે. શાનદશા એ સ્વાભાવિક નથી. પરંતુ અજ્ઞાનદશા એ સ્વાભાવિક છે. જગત અજ્ઞાનમય છે અને તે અજ્ઞાન તરફ વહેલી તકે ખૂકે છે અને ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ ઓછા ઝૂકે છે. દા. ત., ધારો કે એક સ્થળે ઉપધાનવહનની ક્રિયા છે. એ ઉપધાનવહનની ક્રિયામાં ભાગ લેવા સેંકડો માણસે ભેગા થાય છે. પરંતુ તેમાં જે સ્થળે ઉપધાન થતા હોય તે જ સ્થળના માણસોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. નિર્વિકારી ત્યાગમાર્ગને ન અનુસરાય અને ખલન થઈ જાય તે બને, પણ ખલનનો માર્ગ તે જ સત્ય છે એવું તે કદી પ્રતિપાદી શકાય નહિ, બીજે ધર્મના કાર્યોમાં છૂટછાટ મૂકવાને મુદ્દો એક જ છે કે જેમ બને તેમ સંખ્યા વધારવી અને પોતાના ટેળામાં વધારે માણસને ખેંચી લાવવા. પણ જે ધર્મને આત્મકલ્યાણનો જ રાતે માને, મનાવે છે તે સિદ્ધાંતમાં છૂટછાટ મૂકી શકે જ કેમ? અલબત્ત, સંપૂર્ણ ત્યાગને ન અનુસરાય તે બને પણ ધ્યેય તે સંપૂર્ણ ત્યાગનું જ જોઈએ.
| તીર્થંકર સ્વરૂપ બતાવનાર દી પદાર્થ દર્શાવે છે, પરંતુ તે દીવો કઈ પદાર્થ સજી શકતો