________________
૩૬૬
આનંદ પ્રવચન દર્શને કરે કે આપણે દશા શી થશે ? તીર્થકરની મૂર્તિ બનાવાય છે તેમાં - ભગવાન શ્રી તીર્થકર ભગવાન મેક્ષે ગયા હોય તે વખતના આકારે
જ લેવાય છે, બીજા નહીં, અર્થાત્ ભગવાનની જે ઊંચામાં ઊંચી અને છેલામાં છેલ્લી દશા જે અનુકરણીય છે, તે જ દશા, તે જ આકાર - ભગવાન શ્રી તીર્થંકરદેવની મૂર્તિમાં લેવાને છે. ભગવાન શ્રી તીર્થકરદેવની મૂર્તિમાં આકાર લેવાય છે અને તે કઈ વખતનો આકાર લેવાય છે અને તે જ આકાર પ્રતિમાજીને માટે શા માટે માન્ય ૨. ખવામાં આવ્યો છે એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે.
ભગવાન શ્રી તીર્થંકરદે બે જ આકારે મેક્ષે જાય છે અને તેથી જ તેમની પ્રતિમા માત્ર બે જ પ્રકારની હોય છે.
જેઓ સિદ્ધ થાય છે તેવા આત્માઓની બાબતમાં આસનને નિયમ જ નથી. સિદ્ધો અનેક પ્રકારે મોક્ષે જાય છે. સિદ્ધ સ્વરૂપમાં - આત્મા રહ્યો તે સિદ્ધપણુની મૂર્તિને કોઈપણ સ્થળે સ્થાન જ નથી. સિદ્ધો કે અરિહંત ભગવાને જે સમયે માનવદેહમાં હતા, તે જ સમયની તેમની સાકારાવસ્થાની જ મૂર્તિ બનાવવામાં આવી છે. આપણી મૂર્તિઓ એ નિરંજન નિરાકારની મૂર્તિ નથી, પરંતુ સાકારાવસ્થાની જ મૂર્તિ છે.
આપણે એવું સહેલાઈથી કહી શકીએ છીએ કે જેઓ પરમેધરને નિરાકાર માને છે, તેવાઓને ઈશ્વરની મતિ બનાવવાને અધિકાર નથી. સાકારાવસ્થામાં મલિનતા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી.
અનુકરણ કેવું જોઈએ ? અજૈન શાસનેએ મૂતિ કરી પરંતુ તે એવી બનાવી દીધી કે - આત્માને અનુરાગીઓને તે જોવાને પણ લાયક ન રહી. ઈશ્વરની મૂર્તિ બનાવી તે સાથે સ્ત્રી પણ ગઠવી. હવે નીતિશાસ્ત્ર તે સાફ કહે છે કે જેને બ્રહ્મચર્ય પાળવું છે અથવા જેને સંન્યાસ પાળવો છે, તેવા સન્યાસ અને બ્રહ્મચારી બંનેને સ્ત્રીની પ્રતિમા નિહાળવી - હરામ છે. આ રીતે સંન્યાસી કે બ્રહ્મચારી માટે તે પ્રતિમાપૂજા અરે! પ્રતિમાદર્શન કરવું એ જ હરામ ઠરે !