________________
૩૫૮
- આનંદ પ્રવચન દર્શન છે. ભગવાનની સૌમ્ય અને શાંત મુદ્રાને જોઈએ છીએ એટલે જ કલ્યાણના રસ્તાનું સ્મરણ થાય છે. અને એ પવિત્ર મૂર્તિનાં દર્શન કરીને આપણે આપણી ન્યૂનતાને પણ વિચાર કરી શકીએ છીએ. - ભગવાન શ્રી જિનેશ્વર મહારાજા વિરપરમાત્માની સાથે યશોદાની પ્રતિમા હોય અથવા ભગવાન ઋષભદેવજીની સાથે સુમંગલાની પ્રતિમા. હોય તે એ પ્રતિમાઓ જેવાથી સ્વાભાવિક રીતે જ તમારો ત્યાગને આદર્શ ભૂલાઈ-ભૂંસાઈ જશે. અને તમેને પણ એવી જ સુંદર સ્ત્રીઓ અને ભોગે પગે મેળવવાની જ ઈચ્છા થશે; જાગશે. જ્યાં તમારા હૃદયમાં ભેગેપભેગની ભાવના જન્મે ત્યાં તમે તમારી ન્યૂનતા પણ, જોઈ શકવાના નથી. અને તમારું સાચાપણું ત્યાં શુદ્ધ રહી શકવાનું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ જે દેવે સ્ત્રીપુત્રાદિ ઉપાધિવાળા અને શસ્ત્રોથી સજજ છે તે દેને આપણે કુદેવ કહીએ છીએ. અને જે સૌમ્ય શાંત અને દોષરહિત હોય તેને સુદેવે કહીએ છીએ.
ત્યાગ પછીની અવસ્થા અનુકરણીય હવે કદાચ તમે એ પ્રશ્ન કરશે કે જે તમે સ્ત્રીએ વાળાને કુદેવ સમજે છે તે પછી શ્રી પાર્શ્વનાથજી વગેરેને તે સ્ત્રીઓ હતી. તે તમે તેને શા માટે દેવતા તરીકે માન્ય રાખે છે ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે ભગવાન પાર્શ્વનાથજી ઈત્યાદિને સ્ત્રીઓ હતી એ વસ્તુ સત્ય છેપરંતુ એ સ્ત્રી પરિવારાદિને તેમણે છોટે જ માન્ય હતું. તેને તેમણે તારણનું સાધન માન્યું જ નહોતું, એ ઉપાધિને તેમણે ત્યાગવા જેવી જ માની હતી અને છેલ્લે એ બધી ઉપાધિને તેમણે ત્યાગ જ કર્યો હતો. આથી જ આપણે તેમને ઉત્તમ ગણ્યા છે.
વળી બીજી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે ભગવાનની એ સ્ત્રીપુત્રાદિવાળી અવસ્થાને પણ સારી માની જ નથી. પરંતુ તેમની ત્યાગ પછીની અવસ્થાને જ આપણે સારી માની છે. ભગવાનની, પણ બધી દશા અનુકરણીય નથી જ. ભગવાને પણ પોતાના ત્યાગ પછીની દશાને જ સારી બનાવી છે. તેમણે ત્યાગ પહેલાંની.