________________
મૂર્તિ પૂજાનું રહસ્ય
૩૬૩, યેયમાં દઢ થઈ શકીએ છીએ. અને વીતરાગપણાની મૂર્તિ આપણને વીતરાગતાના ધ્યેયમાં દઢ કરે છે. જે ભગવાનની મૂર્તિને આપણે વીતરાગપણે ન રાખી હોત તે આપણી દશા પણ બીજાઓના જેવી જ થાત. ઈશ્વર અને અવતાર એ બંને વસ્તુ તે આપણે માનીએ છીએ. તે જ પ્રમાણે બીજાઓ પણ માને છે. પરંતુ તેમની અને આપણી માન્યતામાં એક મહત્ત્વને તફાવત છે.
એ તફાવત શું છે તે વિચારીએ. જ્યારે આપણે અવતાર અને . ઈશ્વર બંને માનવા છતાં અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ, જ્યારે અન્ય અવતાર અને ઈશ્વર બંને માનવાપૂર્વક ઈશ્વરમાંથી અવતાર માને છે. હવે ઈશ્વરમાંથી અવતાર માનતા વધે છે આવે છે અને વિરોધ કયાં ઊભે થાય છે તે જોઈએ એટલે આપણી અને અન્યની માન્યતામાં કોની માન્યતા સાચી છે તેને નિકાલ થઈ જશે.
આદર્શ કે જોઈએ? ઈશ્વરમાંથી અવતાર માન અને અર્થ એ છે કે નિર્મળમાંથી મલિનતા માનવી અને અવતારમાંથી ઈશ્વર માનો એને અર્થ એ છે કે મલિનતામાંથી નિર્મળતા માનવી. આપણે ભગવાનને જન્મ વખતે મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ઈત્યાદિ જ્ઞાને હતાં અને તેઓ વીતરાગરૂપ હતા તેમ હરગિજ માનતા નથી, પરંતુ આપણે તે સ્પષ્ટ રીતે એમ માનીએ છીએ કે તીર્થકર ભગવાને જમ્યા ત્યારે તેમને કેવળજ્ઞાન નહતું, પરંતુ ભગવાને જમ્યા પછી સાધુત્વને અંગીકાર કર્યો અને તત્પશ્ચાત્ તેમણે મને પર્યાવજ્ઞાન મેળવી ઘાતકમને ક્ષય કર્યો હતો એટલે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેમ માનીએ છીએ.
આપણી આ માન્યતાને અર્થ એ છે કે મલિનતા પહેલી હતી અને નિર્મળતા પછી પ્રાપ્ત થવા પામી હતી. અર્થાત્ અજ્ઞાન પહેલાં હતું અને જ્ઞાનની તિ તે પછીથી પ્રકટ થવા પામી હતી.
હવે જેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે તેઓ કેવા પ્રકારના ભ્રમમાં કુટાય છે તે જોઈએ. ઈશ્વરમાંથી અવતાર માનવે એનો અર્થ તો એ જ થાય કે પહેલાં ઈશ્વરત્વ-એટલે શુદ્ધતા અને પછી મનુષ્યત્વ