________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૫૩ જ્ઞાનરૂપી અમૃત માટે દરિયે ડહોળવો પડે તેમ નથી. અમૃત તે દેવતાની વાતમાં ગયું. અમારી વાતમાં અમૃતને અવકાશ નથી. પહેલાં ડગલે ને પગલે દેવતાઓ આવતા હતા, તે વખતે અમૃતની વાત હતી. જે કાળમાં દેવતાનાં દર્શન દુર્લભ ત્યાં દરિયો ડહાજો, એ વાત તત્ત્વવાળી ન ગણાય. આજકાલ રસાયણ તે માને છે ને? તે આવેલા ઘડપણને નાશ કરી જુવાની લાવી દે, ગમે તેવા ભયંકર રોગોને ટાળી દે પણ આત્માના રોગોને તે તે ઊલટા વધારે છે વિષય, કષાય, અભિમાનને વધારે છે. જ્ઞાન આત્માની અંદર રહેલા અજ્ઞાનરૂપી દો, અવિરતિરૂપી દોષ, ક્રોધ, માન વગેરે દોષોને જડમૂળથી કાઢી નાંખે. કાષ્ટક ઔષધિ તે વખતે દોષ કાઢી નાખે પછી દદ જાણે. રસાયણ જડમૂળથી દર્દ કાઢી નાંખે તેવી રીતે અહી આત્મામાં રહેલ અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ કષારૂપી. દર્દીને જડમૂળથી કાઢી નાંખે તે રસાયણ જ્ઞાન છે. આ તે વાત ખરી પણ તાવ મટાડવાની ઈરછા કેને હોય? તાવ આવ્યો હોય તેને મટવાની મોજ હોય ? દરદમાં લેવાયા હોય તેને જ્ઞાન રસાયણ તરીકે લાગે. શાથી? દરદી બનીએ ત્યારે ફાયદો કરે ને ? વ્યવહારની અપેક્ષાએ ભલે આપણે અજ્ઞાની હાઈએ પણ નિશ્ચયની અપેક્ષાએ આપણે અજ્ઞાની, અવિરતિ નથી. - જ્ઞાન એ આત્માની ઠકુરાઈ છે. ઠકુરાઈની કિંમત સ્વાભાવિક છે. દરિદ્રતાને અંગે તે નથી. આત્માને અવિરતિ વગેરે ન માન, આત્માનાં સ્વભાવ અધર્યને તે માનીશને ? જગતના ઐશ્વર્યમાં પારકું મળે તે પરમેશ્વર થાય. લાખ મેળવે તે લક્ષાધિપતિ કહેવાય. જ્યારે અહીં આગળ આત્માનું ખરું અધર્યજ્ઞાન છે. બીજી કશી ચીજની
જ્યાં દરકાર નથી. આત્માના સ્વરૂપ રૂપ હોવાને લીધે બીજાની દર. કાર વિના, રૂપ અરૂપીની દરકાર વિના આત્માનું ઐશ્વર્ય હોય તે તે જ્ઞાન છે. જે બુદ્ધિશાળીઓ છે તે બધા જ્ઞાનની આ સ્થિતિ કહે છે. આ અતિશયોક્તિ નથી. માટે દરેક આત્માએ આવા જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
૨૩