________________
ઉપર
આનંદ પ્રવચન દિન ન દેખે હેત તે તે દયાને પાત્ર રહેત પણ ખુલ્લી આખે દિવસે પડે તે તે બેવકૂફ ગણાય, નિંદાને પાત્ર કહેવાય.
મળેલું સાધન ઉપયોગમાં ન લેવાય તે તે નિંદાને પાત્ર થાય. સર્વથા પાપની નિવૃત્તિ, દેશવિરતિ, જાણ્યા છતાં કલ્યાણકારી રસ્તે આદરવામાં ન આવે તો તે દેખતે છતાં શેરીઓમાં પડશે. જે શ્રેયકર છે તેને આદરવું. ત્યારે આ ઉપરથી પાપની વિરતિને આદરવી. દેશવિરતિ આદરવાનું જ્ઞાનને અંગે માનવાનું ? પણ તે જ્ઞાન કોઈ ઝાડ છે કે તેનાં ફળ ખેરવી લેવા ? જ્ઞાન કયાંથી લાવવું ? જ્ઞાન હોય તે ધર્મ થવાને. પાપનું સ્વરૂપ જણાવાનું.
જ્ઞાન તો આત્માને સ્વભાવ છે. તે લાવવાની ચીજ કયાં છે? પણ હોંશિયારી પણ ક્યાં છે ? તરવું એ પણ આલંબન સિવાય બનતું નથી. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, છતાં તે આઉંબનથી પ્રગટ થાય છે. આલંબન ન મળે તે તે પ્રગટ થતું નથી ?
તે પછી આટલી બધી ભાંજગડ શી? મળ્યું તેય શું? અને ન મળ્યું તેય શું? જ્ઞાન વગર દેશવિરતિ વગેરે જાણી ન શકીએ, તે પછી કલ્યાણકારી હોય તે આદરી કયાંથી શકીએ ?
મેક્ષપ્રાપ્તિને અંગે જ્ઞાનની પહેલી જરૂર છે, એ જ્ઞાન શીખતાં મનુષ્યને બહુ મુશ્કેલી પડે છે. જીવવિચારઃ નવતત્ત્વ ભણવાવાળા કેટલા નીકળશે ? એકે નહિ. લક્ષ્ય એ તરફ નથી. જેવું દુનિયાદારી તરફ લક્ષ્ય છે તેવું અહીં નથી. અહીં નથી શીખાતું. પેલું હજાર ગાઉ દર જઈને શીખાય છે. જ્ઞાન એવી ચીજ છે કે એના તરફ લક્ષ્ય કર્યા વિના છૂટકે નથી. અનંતા રખડશે તો પણ જ્ઞાનની દરકાર કર્યા વિના છૂટકે નથી. જ્ઞાન મેળવવું પડશે. જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્મકલ્યાણ છેટું છે. જગતમાં સારા પદાર્થની દરકાર બધાને થાય છે. ભય વસ્તુમાં અમૃત કહી દીધું. પણ અમૃત ચીજ શી ? દરિયે. ડહેતાં નીકળેલી તે ચીજ. દેવોએ દરિયે ડહોળ્યો ત્યારે તેમાંથી નીકળેલી ચીજ તે અમૃત છે. આત્મામાં રહેલું જ્ઞાન એ અમૃત તે છે. એમાં રવે કરવો પડયો નથી. આત્માને સ્વભાવ જ્ઞાન છે. એ