________________
આનંદ પ્રવચન દર્શન
ભાગ-૨
- જ્ઞાનપ્રવૃત્તિ
કર
Bangla
पीयुषमसमुद्रोत्थं रसायनमनीषधम् ।
अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥१॥ speection
cupuncocon મનુષ્યને પોતાની પ્રવૃત્તિને ઉપયોગી થાય તો તે સાર્થક જ્ઞાન. પ્રવૃત્તિને B ઉપયોગી ન થાય તો તે જ્ઞાન ખુલ્લી આંખે ખાડામાં પાડે. જ્યાં સુધી
જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે ધર્મ કરી શકતો નથી. માટે B દરેકે જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર છે.
dings pagged
possession
હિંસા વગેરે ખરાબ છે તે અંતઃકરણ કહે છે, પણ કેટલીક વસ્તુમાં અંત:કરણ ઉપરાંત
જ્ઞાનીનાં વચનની જરૂર રહે છે. મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં જ્યાં સુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી તે ધર્મ પ્રાપ્ત કરી શકતા નથી. જે શાસ્ત્ર સંબંધી બે વચન જાણે, સમજે તે જ ધર્મને અધિકારી બને છે. જ્યાં સુધી જ્ઞાનીનાં વચનથી આ આત્મા નસીબદાર થઈને તત્વ મેળવવા તૈયાર થતો નથી ત્યાં સુધી ધર્મને માટે તે અધિકારી થતું નથી. નિષ્પાપ સ્થિતિ સાંભળવાથી જ માલૂમ પડે છે. અર્થાત્ નિષ્પાપ સ્થિતિ સાંભળ્યા વિના માલૂમ પડતી નથી. દુનિયાના વહેવારો સાંભળ્યા વિના થેડા જ ખ્યાલમાં આવે છે?