________________
૩૩૭
તે ત્યારે જ થાય કે જ્યારે આત્મા પુણ્યના માર્ગો વિચારે છે. આત્માને પુણ્યના રસ્તા વિચારવા માટે આઘે જવાની જરૂર નથી ! એ રસ્તા એના હાથમાં જ છે.
કસ્તુરી મૃગની મહદશા આત્માને પુણ્યપ્રાપ્તિના રસ્તા માટે બહાર જોવાની જરૂર નથી. તે રસ્તા તેના આત્મામાં જ સમાએલા છે પરંતુ પેલા કસ્તુરી મૃગની માફક એ રસ્તા મેળવવા માટે દૂર દૂર જ ભાગે છે ! મનુષ્યત્વની પુણ્ય પદ્ધતિ બાંધવાની તાકાત બીજા કેઈનામાં નથી, પરંતુ આત્મામાં– પોતાનામાં જ રહેલી છે. તે બીજા પાસેથી લાવવાની નથી.
આપણું માનસ કેવું છે? આ જીવને સદાચાર તરફ સ્વાભાવિક વલણ નથી, પરંતુ દુરાચાર તરફ સહજ વલણ છે, દુરાચાર આદરવા માટે તમને નેતરું આપવાની જરૂર જ પડતી નથી ! અને સદાચાર આદરવા માટે નોતરું મળે તે પણ તમારી ત્યાં જવાની પ્રવૃત્તિ સહેજે હતી નથી. અપલક્ષણ તરફ આત્માને ચાહ સ્વાભાવિકપણે જ રહે. છે. કેવળ માણસોની જ વાત નથી, પશુઓમાં પણ એ જ વાત છે. તમે ઘેડાને ઘાસ નાંખી બારણે બાંધ્યું હોય અને તેની પાસે જ તમે ઘાસ નાખીને બીજો ઘેડો બાંધશે તે દરેક જણ, પિતાના મેં આગળનો ઢગલે કાયમ હોવા છતાં એક બીજાને ઢગલો જોઈને જીભ લપલપાવશે, અર્થાત્ આત્મા આરંભ, પરિગ્રહ, વિષય, કષાય તરફ તૈયાર જ છે, કાંટામાં પડવું અર્થાત્ નરકે જવું અને તેના માર્ગભૂત વિષયાદિ સેવવાં એ બાજુએ આ જીવ ઉપદેશ વિના જ ગકી પડે છે, જ્યારે બીજી બાજુએ તમે જુએ છે કે સદાચારે તે વાળેલો પણ વળ નથી !
કેદખાનાં, દવાખાનાં અને મંદિરો. કઈ એવી દલીલ કરતે આવશે કે જીવનું સ્વાભાવિક વલણ તે પાપ કરવાનું જ નથી, તે તેની એ દલીલ ટકી શકવાની જ નથી. આ જૈનેતર જગતમાં કેદખાનાં અને દવાખાનાં વધારે છે પણ