________________
૩૩૬
આનંદ પ્રવચન દર્શન
આવક થઈ કે ખોટ તમે તમારું આયુષ્ય રેજનું રોજ ભેગવ્યે જાઓ છો. છેલછબીલાપણું કરે છે અને કેથળી ખાલી કરે છે, પરંતુ તમને કદી પણ એ વિચાર નથી આવતું કે ભાઈ! આ કેથળી ખલાસ થઈ ગયા પછી મારી દશા ટાંટીયા ઘસવાની થવાની છે, અને અત્યારે જે છેલબટાઉપણું ભેગવી રહ્યો છું તે અવળું નીકળી જવાનું છે ! આપણે જીવ મનુષ્યગતિ પામીને માનવ આયુષ્ય ભોગવ્યે જ જાય છે, પરંતુ તે કદી એ વિચાર તો કરેત જ નથી કે હું આ માનવભવની પેઢી ખેલી બેઠો છું તેમાં મેં આવક કરી છે કે બેટ મેળવી છે?! આ તે ભયંકર બેદરકારી કહેવાય કે તદ્દન મૂર્ખાઈ કહેવાય તે વિચારે. જે માણસ જગતમાં માત્ર ખરચા કરવાની જ વાતે કર્યા કરે છે અને આવક સામે જોતું નથી અથવા તે આવકનાં સાધને ઊભાં કરવા પ્રયત્ન કરતું નથી તે કેવળ છેલબટાઉ જ છે એ નક્કી માનજો. એ જ પ્રમાણે આ આત્મા ચોવીસે કલાક આયુષ્ય ભેગવે છે, ત્રપણું, પંચેન્દ્રિયપણું આદિ બધું ભગવે છે, પણ આવકને રસ્તે કરવાનું એ ચસકેલ જીવડાને કદી ભાન આવવા પામતું નથી !
છેલછબીલા ફેકટલાલ છેલછબીલા થઈને ફરનારા ફેકટલાલઓ આવક થાય તે તે ફેંકી દેતા નથી. એ આવક તેઓ ગૂપચૂપ ખીસામાં ભેળી કરી દે છે, પણ આવક થવાનું ઇચ્છવા માત્રથી આવક થતી નથી, આવક તે ત્યારે જ થાય છે કે જ્યારે આવકનાં સાધને સૂઝે છે ! એ જ પ્રમાણે આ આત્માનું તારણ પણ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આમા પુણ્યના માર્ગો વિચારે છે ! મેલ અથવા પુણ્ય એ ચકડોળને. ઘડો નથી કે પાઈ આપી એટલે ચઢી બેઠા ! છેલબટાઉ માણસ પેસે. ઈચ્છે તેની માફક આત્મા પણ પુણ્યને ઝંખે તે અવશ્ય મળે છે જ, પણ ઝંખવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થતી જ નથી. પુણ્યની પ્રાપ્તિ