________________
સુખ દુઃખ સમીક્ષા
૧૧ માટે આખી જિંદગી ગુલામીમાં કાઢે છે ! બાળક વીંટીને ભેગે બરફી બચાવે છે. એનું કારણ એટલું જ છે કે તે વીંટીની મહત્તાને જ સમજાતે નથી. બાળક જે વીંટીની મહત્તાને જ સમજતે હોત તે તે તે કદી પણ વીંટી આપીને બરફી ન જ રાખત.
ત્યારે હવે તમારી ફરજ એ છે કે તમારે બાળકને વીટી અને બરફી એ બેની વચ્ચે ફરક સમજાવવું જોઈએ. જો તમે એ બેની વચ્ચેનો ભેદ તેને સમજાવી શકે તે પછી તે વીંટી આપીને બરફી રાખવાનું કદી પણ પસંદ નહિ જ કરે. વીટી શું ચીજ છે અને બરફી એ શું છે તે વાત બાળક સમજાતું નથી. એ જ બાળક નવ-દસ વર્ષને થાય, પછી તમે એને વીંટીના બદલામાં બરફીને ટૂકડો તે શું પણ બરફીની ભરેલી આખી ટેપલી આપી દેશે તે પણ એ બાળક એ બરફી લઈને વીંટી જતી કરવાનું નથી.
જગતમાં સમજવા યોગ્ય શું ? જે નવ-દસ વર્ષને સમજણે બાળક બરફીના બદલામાં વીંટી નથી આપતે, તે બાળકે પોતે કાંઈ પણ મહેનત કરીને વીંટી મેળવી નથી, તે પિતે રળવા ગયે નથી, કમાઈ આવ્યું નથી, અને તેણે વીટી બનાવી નથી, પરંતુ તે છતાં વીંટીની શી કિંમત છે, એનાથી એ માહિતગાર બની ગયો છે. વીંટી શાની બને છે? વીંટીનું સેનું કયાંથી આવે છે? એ સેનાને ઘાટ શી રીતે બને છે? એ સઘળા સંસ્કાર પડ્યા પછી વીંટીની શી કિંમત થાય છે તે સઘળી વાત એ બાળક જાણતો નથી, પરંતુ વીંટી કિંમતી છે, એટલી વાત તે સમજી લે છે. આ પછી તે પોતાની વીંટીને જાળવે છે. મીઠાઈ કરતાં વીંટી વધારે મહત્ત્વની છે એમ તે માને છે અને એમ માનીને તે એને દળવે છે.
અહી ધર્મક્ષેત્રમાં શાસ્ત્રકારો પણ તમને પહેલી એ જ વાત સમજાવવા માગે છે કે તમે ધમની કિંમત સમજે, આત્માના ગુણ સમજે અને તેને તમારા આત્મામાં વણી લો. એના જેવું સારું કામ તે બીજું એકે નથી, પરંતુ તે ન થાય તે ભલે, શાસ્ત્રકાર તમોને