________________
૨૧૪
આનંદ પ્રવચન દર્શન
તે પછી એ દેવને દેવ માનવાનું આપણે માટે કશું પણ કારણ રહેવા પામતું નથી. જેને તમે દેવ માને છે તે છે ઉપર ઉપકાર શ કરે છે તે સમજે. તેઓ ધર્મનું નિરૂપણ કરે છે, એ તેમને ઉપકાર છે. પણ જે ધર્મવસ્તુને જ ઉડાવી દો તે પછી દેવને માનવાની કશી જરૂરત રહેતી નથી. તેમની પાસે આપણે કશું સાંભળવાનું પણ રહેતું નથી અને તેમને કશું કહેવાનું પણ રહેતું જ નથી. જેનેતર દર્શનના જેઓ અનુયાયીઓ છે, તેઓ દેવોને જરૂર માને છે. પરંતુ તેમનું દેવનું માનવું એ દુન્યવી-સંસારિક પદાર્થોને અંગેનું છે. દેવે આપણને જન્મ આપે, અન્નવસ્ત્રાદિ આપ્યાં, રહેવાને પૃથ્વી આપી, ઈત્યાદિ કારણેએ જેનેરો દેવનું અસ્તિત્વ અને તેનું વર્ચસ્વ માન્ય રાખે છે.
મહાદેવ ને ભસ્માસુર દેવેનું અસ્તિત્વ સાંસારિક પદાર્થોને અંગે માનવું એ વાત તાત્ત્વિક દષ્ટિએ ટકી શકે એવી નથી. જેઓ દેવનું અસ્તિત્વ માન્ય રાખે છે, તેને દેવે જન્મ આપે એ વાત કબૂલ રાખે, પરંતુ જે દેવનું અસ્તિત્વ માન્ય રાખતું નથી તેને જન્મ કેણે આપ્યો ? આ પ્રશ્ન, દેવેનું અસ્તિત્વ દુન્યવી પદાર્થોને અંગે માનનારાને ગૂંચવી નાંખે છે. વળી મહાદેવને દેવ માનવા તે પણ કેટલી વિચિત્ર વાત છે ! મહાદેવ સંબંધી ભસ્માસુરની પુરાણમાં જે કથા છે, તેને સારાંશ નીચે પ્રમાણે છે :
એક અસુર તપશ્ચર્યા કરતું હતું પરંતુ આ તપશ્ચર્યા તરફ મહાદેવનું લક્ષ સરખું પણ હતું નહિ. છેવટે પાર્વતીએ મહાદેવને કહ્યું કેઃ “હે પતિદેવ ! એ જે માંગે છે તે આપીને એની આશા પૂરી કરે!” આરંભમાં તે પાર્વતીને મહાદેવે ના કહી અને જણાવ્યું કે એ વરદાનવાળે થાય તેના કરતાં વરદાન વિનાને સારો છે. પણ પાર્વતીએ ઘણે આગ્રહ કર્યો, ત્યારે વરદાન આપવાનું વિચારે મહાદેવ, પાર્વતીને લઈને તે અસુર પાસે ગયા.