________________
૨૯૦
આનંદ પ્રવચન દર્શન લીધેલી દીક્ષાને અગ્ય દીક્ષા માનીએ તો તેમણે ગ્રહણ કરેલું સાધુપણું એ પણ અસાધુતારૂપ જ કરે છે, અને તેમણે લીધેલી સાધુતા એ સાધુતા જ ન હોય તે તેઓ ચકવતી તરીકે કાયમ છે એને જયાં તેઓ ચક્રવત તરીકે જ કાયમ છે એટલે તેઓ કાળ કરીને નરકમાં જ જવા જોઈએ. એવું સ્પષ્ટ અને સાધારણ બુદ્ધિથી સમજી શકાય એવું છે.
વસ્તુ અને વિરતિ, હવે સનસ્કુમારને સંબંધમાં શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્ર કહે છે કે તેઓ કાળ કરીને નરકે ગયા ન હતા પરંતુ દેવકને પામ્યા હતા ! સનતકુમારના આ દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિરતિની અગ્યતા અને વસ્તુની અગ્યતા એ બંને ભિન્ન વસ્તુ છે, અને જેઓ વિરતિ અને વસ્તુની ભિન્ન સ્વરૂપે નથી સમજી શકતા તેવા અણસમજુઓ વિરતિની અગ્યતાને વસ્તુની અગ્યતામાં લઈ જાય છે !
આ વસ્તુ સ્પષ્ટપણે સમજવાને માટે આપણે એક ઉદાહરણ લઈએ. શાંતિલાલભાઈને હાથમાં મહાર છે. તેમના હાથમાંથી એ બીજે કોઈ માણસ ઝુંટવી લે છે અને નાસવા માંડે છે. આથી શાંતિલાલ પણ તેની પાછળ પડે છે અને તે પેલા માણસને પકડી પાડીને તેના હાથમાંથી મહાર ઝુંટવી લે છે. હવે આ ઉદાહરણને બહુ જ સ્થિરચિત્તે અને તકે પૂર્વક વિચાર કરો.
વસ્તુ અને વિરતિને જુદા રાખે શાંતિલાલ અને કાંતિલાલ બન્નેય એકબીજાના હાથમાંથી મહેર ઝુંટવી લઈને નાસે છે. બન્નેય જણ મહેર ઝુંટવી લે છે માટે તે બંનેય મહેર ઝુંટવી લેનાર ચેર છે એવું આપણે આ ઉદાહરણમાં કદી પણ કહી શકવાના નથી. શાંતિલાલ પણ મહોર ઝુંટવી લે છે એ વાત સાચી છે. પરંતુ તે પોતે મહોરને માલિક હોવાથી તેને માથે આપણે ચેરીને આરોપ મૂકી શકતાં નથી.