________________
વૈરાગ્યને વિવેક
૨૯૧ આ જ દષ્ટિએ વિરતિ માટેની અગ્યતાને શાસે વસ્તુની અગ્યતા માની લીધી જ નથી. એ જ દષ્ટિએ શાસ્ત્રકારે આ ઉદાહરણની પણ વિચારણા કરેલી છે.
દીક્ષા એ શાસશુદ્ધ છે. સનસ્કુમાર રોગી હતા, ભયંકર રેગી હતા, રુંવાટે રૂંવાટે તેને રોગ હતો, આખું શરીર રોગથી ખદબદી ગયેલું હતું. છતાં તેમણે દીક્ષા લીધી છે. તે શાસ્ત્રકારોએ ખુલ્લી રીતે અને કેઈપણ જાતના અપવાદ વિના જ માન્ય રાખી છે. સનસ્કુમારની આ દીક્ષાને આપણે જે સાચી દીક્ષા ન માનીએ તે તેમનું સાધુપણું પણ મિથ્યા છે, અને તેમ થાય તે પરિણામ એ જ આવે કે કુદરત તેમને દેવલોકે જવા જ ન દે ! પરંતુ કુદરત તેને દેવકે જવા દે છે. એટલા જ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમનું સાધુપણું એ કુદરતે જ માન્ય રાખેલું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિરતિ અને વસ્તુ એ બને જુદા જ પડે છે. હવે આ વાત બાજુ પર રાખે અને આપણી વિચારણા આગળ ચલાવે, કે સનસ્કુમારે શરીરમાં ભયંકર રોગો થવાથી, કીડાથી આખું શરીર ખદબદી ઊઠેલું હોવાથી, રેમે રેમે તેને કીડા પડેલા હોવાથી તેમણે વૈરાગ્ય લીધેલો, તો પછી તેને આ વૈરાગ્ય તે દુખગર્ભિત વૈરાગ્ય ખરો કે નહિ?
ધર્મબુદ્ધિ હોય ત્યાં શુદ્ધતા છે. તમારી આ શંકાને જવાબ શાસ્ત્રકારે સ્પષ્ટ નકારમાં જ આપી દે છે. તેઓ સાફ સાફ જણાવી દે છે કે આ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. તમે દુઃખગર્ભિતની છાપ મારવા માટે તમારી પાસે મેંશને દાબડે તૈયાર રાખી જ મૂક્યો છે. પરંતુ શાસ્ત્રકારોની પ્રચંડ શક્તિ આગળ અહીં તમારી મેંશ ઓગળી જાય છે. શાસ્ત્ર તો આ સંગમાં પુકારી પુકારીને સ્પષ્ટપણે કહે છે કે દુઃખગર્ભિતપણું તેનું
જ નામ છે કે જ્યાં ધર્મની બુદ્ધિ એક અંશ પણ હેતી નથી. એ સિવાય જ્યાં ધર્મબુદ્ધિ છે, ત્યાં પણ જો તમે છાપ મારવા જાઓ, તે તમારી એ છાપ મિથ્યા ઠરે છે.