________________
૩૦૩
વેરાગ્યને વિવેક રહેતો નથી તે આવા કૂતરાના જેવો જ છે ! જે આત્મા જગતના સુખમાં જ મચી રહેલ છે તેની કિંમત આ રીતે કૂતરાના કરતાં જરા પણ વધારે નથી. કૂતરો સાકરને લાડે કે બરફીની મીઠાશમાં મોહ પામે છે અને તે તેના મધ્યમાં રહેલા ઝેરને પણ ચાટી જાય છે, પછી જ્યારે એ ઝેરની અસર તેને થાય છે ત્યારે તેને ટાંટિયા ઘસવા પડે છે ! અને મેં ફાડીને પહોળા થઈને પડવાની તેને દશા પ્રાપ્ત થાય છે. મનુષ્યની દશા પણ બરાબર આ પ્રમાણે છે. પુણ્યના યેગે મેળવી અપાએલા શરીરથી આપણે સુખ ભેગવ્યા જઈએ છીએ અને કર્મો બાંધતા જઈએ છીએ, પરંતુ જ્યારે એ કર્મોને ભેગવવાને સમય આવે છે ત્યારે આપણે પેલા ડાઘિયા કૂતરાની માફક રંગ, શોક અને થાકથી ઢીલાઢબ બની જઈએ છીએ.
છેલ્લી વાત આ સુખને વળગેલો જીવ જ્યાં સુધી સંસારમાં રહે છે ત્યાં સુધી તેની હલનચલન ક્રિયા ચાલુ ને ચાલુ જ રહે છે. જ્યાં સુધી જીવને પુદ્ગલેને સંબંધ છે, ત્યાં સુધી ક્રિયા છે અને જ્યાં સુધી અવિરત કર્મબંધન પણ રહેલું છે. એ કર્મબંધન શુભ કહો કે અશુભ હો, પરંતુ તે એક સેનાની બેડરૂપ ગુલામી જ છે અને તે સઘળાં શુભાશુભ કર્મબંધને ગુલામીમાં સડાવનારાં જ છે. આ સઘળું જ્ઞાન સમજવું, તેને સમજીને અમલમાં મૂકવું. અમલમાં મૂકવાની પોતાની અશક્તિ હોય તે બીજા જેઓ એ જ્ઞાનને અમલમાં મૂકવા તૈયાર થયેલા હોય તેમને અભિનંદન આપવું અને પોતે પણ છેવટે પ્રત્યક્ષ એ જ્ઞાન અમલમાં ન મૂકી શકાતું હોય તે કયારે શુભ સમય આવે છે ને આપણે એ પવિત્ર પંથે પગલાં માંડીએ છીએ એવી ભાવના તે નિરંતર સેવ્યા જ કરવી, એ પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. આ સઘળું જીવાત્મા ત્યારે જ સમજી શકે છે કે જ્યારે તે પિતાની સ્થિતિ, સ્વરૂપ અને સંગે સમજે છે. આ ત્રણ વસ્તુ – સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજે છે, તે જ બધી ઉપલી સઘળી ઘટના પણ સમજી શકે છે, અને આ સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજવાનું જ્ઞાન તે પેલી આગળ કહી છે તે ત્રિવિધ ગળથુથી આપે છે. આટલી વાત દરેકે સમજી લેવી ચગ્ય છે..