________________
માતાપિતાની જવાબદારી
૩૨૫ ગુરુદેવ કહે છે કે-દષ્ટિવાદ એ એ વિષય નથી કે જે એકદમ શીખવી શકાય. એ તે અનુક્રમે ભણશે ! આર્ય રક્ષિત છે તે પણ કબુલ કરે છે.
મહાનુભાવો ! આર્ય રક્ષિતજીના સંસ્કાર કેવા છે તે તપાસે. આર્યરક્ષિતજીના મનમાં એવી સહજ પણ શંકા નથી આવતી કે શું મારી માતા અને દૃષ્ટિવાદ ભણવાનું કહે છે તેમાં મારું કલ્યાણ હશે ખરું ? મારે દષ્ટિવાદ શા માટે ભણવે જોઈએ અને શા માટે આ ધન અને માન વગેરેની સરળતાથી પ્રાપ્તિ થાય છે તેને તજી દેવાં જોઈએ? આર્ય રક્ષિતજીના હૃદયમાં એવા કેઈપણ વિચારો આવતા નથી !
માતાનું વચન છે એટલે તે મારું પોતાનું કલ્યાણ સાધનારું જ છે એવું દૃઢપણે માનનારા આરક્ષિતજી તે જ ક્ષણે સાધુ થાય છે અને માતાના વચનથી તેમના મિથ્યાત્વને અંત આવે છે. પછી તે આર્ય રક્ષિતજીની ધાર્મિક ઉન્નતિ થયા જ કરે છે અને તે છેવટે એવી પરમકક્ષાએ પહોંચી જાય છે કે તેઓ જૈનશાસનના એક મહાનું રત્ન અને યાવત્ પૂર્વધર બને છે !!
ગળથુથીમાં શું આપશે ? આર્ય રક્ષિતજીની આ ઈતિહાસપ્રસિદ્ધ કીતિ છે અને તે કીતિ જૈનશાસનને દેદીપ્યમાન રાખે છે, પરંતુ આપણે જોઈએ તે માલુમ પડે છે કે એ સઘળે પ્રતાપ આર્ય રક્ષિતજીની ભાગ્યવતી માતાને જ છે. પિતાના સંતાનને પીગલિક સુખ સૌભાગ્યમાંથી ઉગારીને જે માતા ધર્મને માર્ગે પ્રેરે છે, જે માતા પિતાના બાળકને સાચે ધાર્મિક સંસ્કાર પાડે છે અને જે માતા પિતાના બાળકોના આત્માના હિતની ચિંતા રાખીને પિતાનાં સંતાનનું આત્મહિત સધાતાં જ રાજી થાય છે તે જ માતા અને તેવા જ પિતા જેના માતાપિતા છે. જૈનકુળનું આ મહત્વ છે અને એ મહત્તામાં પણ માતૃગતજાતિની સુંદરતા, કેટલી આદરણીય છે તે વસ્તુ આર્ય રક્ષિતજીની માતા પૂરી પાડે છે.