________________
૧
૧
/
૧
માતાપિતાની જવાબદારી
૩ર૩ ખાસ ધ્યાન રાખીને જોવા જેવું છે. આર્ય રક્ષિતજીની માતાના ભાઈ એટલે આરક્ષિતજીના મામા શ્રીમાન તેરસલપુત્ર મોટા આચાર્ય છે. માતા પિતાની એ સગાઈને ઉપગ દીકરાને સાધુપણું અપાવવામાં કરે છે ! આર્યરક્ષિતજીની માતાના હૃદયમાં એવા વિચારોને વાસ જ નથી કે મામા તે મસાલું કરવાને માટે જરૂરી છે. ધર્મના પવિત્ર કાર્યને અર્થે તે પોતાની સગાઈને ઉપયોગ કરે છે અને એ સગાઈને ઉપયોગ કરીને પોતાના વિદ્વાન, રાજામહારાજાએથી પ્રશંસા પામેલા અને પંડિત પુત્રને (પૂર્વાશ્રમી) મામાની પાસે મોકલે છે.
આર્ય રક્ષિતજી વેદાંત પારગામી છે, ચૌદ વિદ્યાઓ ભણેલા છે, જાતજાતના સઘળા વ્યવહારમાં તેઓ કુશળ છે, પરંતુ જૈન આચારવિચારમાં તેઓ અજ્ઞાન છે. આવા અજ્ઞાન છોકરાને માતા ગુરુની પાસે મેકલે છે. આર્ય રક્ષિતજી ઉપાશ્રયને દ્વારે પહોંચે છે. પરંતુ ઉપાશ્રયમાં કેમ પેસવું, ગુરુને કેવી દીસે વંદના કરવી, તેમાંનું કાંઈ જાણતા નથી. બીજા શ્રાવકે આવે છે તેઓ નિત્યના સ્વભાવ પ્રમાણે નિસિહી' અર્થાત્ કે, “હું સંસારના સઘળા વ્યાપારને તજી દઉં છું” એવા ઉચ્ચારપૂર્વક વંદન કરે છે. તેનું જોઈને આર્ય રક્ષિતજી પણ નિસિહી પણ હજુ જેને આવડતી નથી તે નિસિહનું અનુકરણ કરીને ઉપાશ્રયમાં દાખલ થાય છે અને જેમ બીજાએ આચાર્યશ્રીને વંદન કરતા હતા તેમ આર્ય રક્ષિતજી પણ આચાર્યશ્રીને વંદન કરે છે. બીજા શ્રાવકને નિરિસહી, ઈર્યાવહી વગેરે કરતા દેખીને આર્યરક્ષિતજીએ પણ તેમ કરી લીધું હતું અર્થાત્ તેઓશ્રી પહેલાં શ્રાવકે દ્વારા ધર્મ પામે છે, તે પછી તેઓશ્રી આગળ વધે છે અને આચાર્યશ્રી તેસલીપુત્રને વંદન કરે છે. -
સાધુ પણ સિવાય સૂવાભ્યાસ નહિ. આચાર્યશ્રી આર્ય રક્ષિતને પૂછે છે કે “મહાનુભાવ ! શા માટે આવ્યું છે ?”
આરક્ષિત ઉત્તર આપે છે કે મારી માતાએ મને આપ શ્રીમાનની પાસે દષ્ટિવાદ શીખવા મોકલ્યો છે.