________________
માતાપિતાની જવાબદારી
૩ર૭ આથી તમારી ખાતરી થશે કે બાળકપણાના સંસ્કાર અત્યંત દઢ છે. હવે જે મનુષ્યજાતિ, આર્યક્ષેત્ર, જૈનકુળ અને ઉત્તમ માતૃગત જાતિની પ્રાપ્તિ થયા છતાં પણ બાળકમાં આ ત્રણ સંસ્કાર ન નાખીએ તે ઉપરની સઘળી ઋદ્ધિ બાળકને સુભાગ્યે મળેલી હોય તેને આપણે મિથ્યા બનાવીએ છીએ. આ રીતે જે માબાપ બાળકમાં આ ત્રણ સંસ્કાર નથી નાખતા તે માબાપ અજાણપણે પિતાના બાળકના શત્રુનું જ કામ કરે છે. જૈન માબાપની એ ફરજ છે કે મિથ્યાત્વના સંસ્કારે હૃદય ઉપર દઢ થતા અટકાવવા માટે આ ગળથુથી દરેક બાળકને તેમણે આપવી જ જોઈએ. જે માબાપે પોતાની આ ફરજ બજાવે છે તે જ સાચા જૈન માતાપિતા હેઈ, એમ માનવું યોગ્ય છે કે તેમણે પોતાનાં સંતાનો પ્રત્યેની અનેક ફરજોમાંની એક ફરજ બજાવી છે.
8. * ભવિતવ્યતા જે પરિપકવ કરવી હોય તે તથાવિધ વર્ષોલ્લાસાદિની
વૃદ્ધિ માટે ઉદ્યમ આદરો. * આસ્તિક ગણાતા સવ મને દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તો
માન્યા વિના છૂટકે જ નથી. જ આત્માએ પરમાત્મા બનવું હોય તે સ્વ-સ્વરૂપમાં રમણતા કરવી. * ગુણરાગ એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ જ કર્મ નિજાવે છે
અને કર્મક્ષય થયા બાદ એ આપઅપ પલાયન થાય છે.