________________
૩૨૬
આનંદ પ્રવચન દર્શન
મહાનુભા! જૈનકુળનું આવું મહત્વ હેવાથી જ શાસ્ત્રકાર મહારાજાઓ એમ કહે છે કે ચોર્યાસી લાખ નિમાં ગર્ભજ-નિ દુર્લભ છે, તેમાં મનુષ્યપણું દુર્લભ છે. તે થકી પણ આર્યક્ષેત્ર દુર્લભ છે. આર્યક્ષેત્રમાં પણ જૈનકુળ દુર્લભ છે અને જૈનકુળમાં પણ માતૃગતજાતિ તે વળી એથીય વિશેષ દુર્લભ છે. આવી દુર્લભ માતૃગતજાતિ અને જૈનકુળ પ્રાપ્ત થયા પછી પણ ગળથુથીમાં ત્રણ મહાન વસ્તુઓ તે અપાવી જ જોઈએ. એ ત્રણ વસ્તુ જે ગળથુથીમાં ન અપાઈ તે આ સઘળે મળેલ સુગ પણ નિષ્ફળ જવાને સંભવ આવી પહોંચે છે.
જીવ અનાદિ છે, કર્મ અનાદિ છે અને કર્મ સંગ પણ અનાદિને છે.
એ વસ્તુ જૈનત્વની ગળથુથી છે. હવે એ ગળથુથી મિથ્યાત્વને નાશ કેવી રીતે કરે છે તે જોઈએ.
તમારી ફરજ પૂરી ક્યારે થાય ? નાનપણમાં બાળકને જે સંસ્કાર પડે છે તે સંસ્કાર તેના શરીર ઉપર અને મન ઉપર બહુ જ અસર કરે છે, અને તે સંસ્કારો કદી નાશ પામતા નથી, એટલા માટે જ બાળકના માનસમાં નાનપણથી જ જે આ સંસ્કારો નાખ્યા હોય તે પછી વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થતાં તે બાળક ચળી શક્તિ નથી અથવા મિથ્યાત્વ તરફ ઢળી શકતા નથી, પરંતુ સ્વધર્મના વિચારોમાં દઢ રહે છે. તમે આજે પણ વ્યવહારમાં જુએ છે કે બાળકપણામાં ધાર્મિક વ્યાખ્યાને વખતે અથવા રાસા ઈત્યાદિ ધર્મગ્રંથનું વાચન થાય ત્યારે તેમાંથી જે વાર્તાઓ, ચરિત્રે બાળકે સાંભળે છે તે તેઓ મરણપર્યત યાદ રાખી શકે છે. પરંતુ મેટપણે શાળાઓ વગેરે સ્થળે શીખેલે ઈતિહાસ તેઓ શાળા છોડે છે કે તરત જ ભૂલી જાય છે !