________________
૩૩૦
- આનંદ પ્રવચન દર્શન.
એ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેને કઈ માંગતું નથી, જેને કઈ ઈચ્છતું નથી અને જેને કેઈને સ્વપ્ન પણ ખ્યાલ હતો. નથી તેવી ચીજ પણ કાર્યકારણભાવથી જીવને આ જગતમાં આવી મળે છે ! દરેક આત્માને એવી જ ઇચ્છા હોય છે કે હું નીરોગી રહું તે સારું, મને રાગ ન આવે તે ગંગા નાહ્યા! આમ રોગને કઈ નથી ઈચ્છતું છતાં રોગ થાય છે. એના ઉપરથી એવું એક જ અનુમાન ગમે તેવી સામાન્ય બુદ્ધિને માણસ હોય તે પણ તારવી શકે છે કે જેવાં કારણે બને છે તેને અનુસરતું કાર્ય થાય છે.
કારણે હેય તે કાર્ય થવાનું જ, તમેને રોગની ઈચ્છા ન હોય છતાં જે રોગનાં કારણે મળે તે જરૂર રેગ થવાને જ ! તમારા શરીરમાં નીરોગીપણુનાં કારણે ભેગાં થયાં હોય તે તમારો શત્રુ તમારું ગમે તેવું ભૂંડું તાક્યા કરે તે પણ તમે નીરોગી જ થવાના ! એ જ પ્રમાણે આ જગતમાં બધાને સુખની જ ઈચ્છા છે, કેઈને દુખની ઇચ્છા નથી. સઘળાને સદ્દગતિની જ ઈચ્છા છે, કોઈને દુર્ગતિની ઈચ્છા જ નથી. છતાં જે. સુખનાં અને સદગતિનાં કારણે ન મેળવીએ સુખ અને સદગતિ ન જ મળે, અને દુઃખ અને દુર્ગતિની ઈચ્છાનાં જ જે કારણે મેળવ્યાં હોય તે જરૂર દુખ અને દુર્ગતિ જ મળ્યાં કરવાનાં !
આ સંસારમાં અસંખ્ય જીવે છે. કીડી, મંકેડી, કાગડા, કબૂતર, પિપટ, મેના, શિયાળ, ગધેડા, ઘોડા, પાડા, ફળ, ફૂલ ઈત્યાદિ ઘણા જીવે છે, એ સઘળા છે આપણે સાથે જ માણસ તરીકે કેમ ન અવતર્યા એ પ્રશ્ન કદી કેઈએ વિચારી જ જે નથી. તમે જ્યારે આ પ્રશ્નને વિચારી લેશો, ત્યારે જ તમને તમારા માનવભવની મહત્તાને સાચે ખ્યાલ આવશે.
- મનુષ્યભવનાં કર્મો. આપણને આર્યક્ષેત્ર મળ્યું છે, આર્યદેશ મળે છે, ઉત્તમ કુળ મળ્યું છે અને માનવજાતિ પણ મળેલી છે, ત્યારે બીજી તરફ અનેક ઇને એવી કશી જ સગવડ મળી નથી. કોઈ પશુની નિમાં છે,