________________
V\/\/\/ _/\/\/\/\/
૩૭ર
- આનંદ પ્રવચન દર્શન તે પણ તેને ધક્કો મારી કાઢી મૂકી શકાતું નથી ! ત્યારે વિચાર કરે કે એ કર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેને કેવી રીતે નાશ થાય છે.
- જે વડે અંધારું આપોઆપ દૂર થઈ જાય છે ને અજવાળું આવી શકે છે. તે જ પ્રમાણે આપણે પુણ્ય અથવા પાપને પણ લાવી અથવા તે કાઢી શકતા નથી, પરંતુ એવાં કારણે ઊભાં કરી શિકીએ છીએ કે જેથી પુણ્ય અને પાપને એની મેળે અનુક્રમે વિકાસ અને વિનાશ થાય! પુણ્ય આવે અને પાપ ચાલ્યું જાય !! પુણ્ય અને પાપને આપણે લાવી શકતા નથી, અથવા તે ખસેડી શક્તા નથી, પરંતુ આપણે તેનાં કારણે ઊભાં કરી શકીએ છીએ. હવે એ કારણે શી રીતે ઊભાં થાય છે તે જુઓ.
રોકડ કેટલી છે તે ગણે! અહીં એક વાત યાદ રાખી લે કે પુણ્ય અને પાપનાં કારણેને આપણે લાવી શકીએ છીએ અને તેને ટાળી પણ શકીએ છીએ. હવે આ વાતને વિચાર કરો કે જે કારણે ઉપસ્થિત કરવાથી આ માનવભવ જ મળ્યા તે કારણે ક્યાં કયાં છે? આપણે આ માનવભવની પેઢી માંડી છે.
આ જીવરાજ શેઠની પાસે ૩૬૦૦૦ મૂડી છે! વધારેમાં વધારે છત્રીસ હજારની મૂડીથી આ વેપાર શરૂ થયે છે. એ મૂડી તે રોકડા રૂપીઆ સમજવાના નથી, પણ એ છત્રીસ હજાર દિવસ છે ! એ છત્રીસ હજારની ઉપર તમને રાતી પાઈ પણ મળે એવી નથી. આ છત્રીસ હજાર રૂપીઆમાંથી ૭૨૦૦ રૂપીઆ તે જોતજોતામાં વપરાઈ - જાય છે! વીસ વરસે માણસને શાનપૂર્વક સાચી સમજણ આવે છે.
અર્થાત્ સમજણે થતાં જ વીસ વર્ષ વહી જાય છે, એ વીસ વર્ષના .૭૨૦૦ રૂપિયા તે ગયા ! હવે બાકી રહ્યા તેની વાત કરો.
હું માનવભવનું કર્મ લઈને આવ્યો છું અને એથી જ મને આ માનવભવ મળે છે એવી સમજણ આવતાં વીસ વરસ ગયા પછી -પડયા ઘરસંસારની ઘાણીમાં ! આ ઘાણ એવી જબરી છે કે વાત