________________
હું કોણ ?
૩૨૯
માનવદેહની મડી.
માનવભવ મળ્યા છે, એ વાત તમે બધા જાણા છે. માનવભવ મળે છે એ જોઈને તમે ખુશ થાએ છે. પરંતુ એ માનવભવ કેમ મળ્યા છે? એ વાત તમે કઢી વિચારતા નથી. મનુષ્યદેહ એ ખરેખર ભાગ્યના ઉયથી મેળવી શકાય છે. જ્યારે પ્રકૃતિએ પાતળા કષાયેાવાળા થયા હાય, દાનરૂચિ અને મધ્યમગુણાવાળા થયા હાય તેવા જ આત્માએ માનવદેહને પામી શકે છે. ઇચ્છા રાખ્યાથી જ કાઈને આ માનવદેહ મળી શકતા નથી. ઇચ્છા રાખવાથી જ જો ધારેલી ચીજ મેળવી શકાતી હાત તે આ જગતમાં કોઈ પણ માણસ ગરીબડા રહેવા જ ન પામ્યા હાત.
બધા જ માણસે એમ ઈચ્છા રાખે છે કે હુ' યૌવનવાન, ધનવાન, અને શક્તિમાન થઈ જાઉં! અને જો ઇચ્છ!માત્રથી જ એમ બનતુ હાત તા તા ખધા જ તેવા થઈ જાત! આપણે વરસાદ પડે અને ખેતરની પાળ ઉપર જઇને એવી ઇચ્છા કર્યા કરીએ કે આ ખેતરમાં ઢાળ, ચાખા ને ઘઉં પાકે” “આ ખેતરમાં ઢાળ ચાખા ને ઘઉં' પાકા !”’ તા એથી વણ વાવે, વણ ખેડે તેમાં કાંઈ જ પાકવાનુ નથી !! સસારને સિદ્ધાંત શુ?
ખેતરમાં જો તમે ઘઉંના દાણા વાગ્યે હશે તે તમે ઈચ્છા રાખશેા તે પણ એ દાણા ઊગી જ નીકળવાના છે, અને તમે ઈચ્છા ન રાખા તે પણુ એ દાણા ઊગી જ નીકળવાના છે. અને કદાચ દાણા વાવ્યા પછી તમે એવી ઈચ્છા કર્યાં કરો કે “આ દાણા ન ઊગે તા ઠીક ! આ દાણા ન ઊગે તે ઠીક !” તા પશુ એ દાણા તેા ઊગી જ નીકળવાના છે ! ઈચ્છા હો અથવ! તે ન હેા પણ જો કારા મળે તા કાય થવાનું જ એ આ જગતના સનાતન સિદ્ધાંત છે. આ જગતમાં એવું કાઈ પણ માણસ નથી, અરે માણસ તે શું પણ પશુપક્ષીએ પણ નથી કે જે દુઃખ, રોગ અને આપત્તિને ઇચ્છતા હોય ! આમ છતાં જગતમાં સેકડા જીવને દુઃખ, પાપ અને દુગતિથી આપણે ઘેરાએલા જોઇએ છીએ.