________________
+
*
*
હું કોણ ?
[આ મહાભયંકર સંસારરૂપી સાગરમાં માનવભવ એ રત્ન બરાબર છે. [] માનવભવ મેળવવાને માટે કઈ મૂડીની જરૂર પડે છે? કાર્ય અને કારણોને
સંબંધ ? કારણ હોય તે કાર્ય થવું જ જોઈએ. માનવભવની મૂડી કેટલી ? જુવાની આવતાં સુધી કેટલી મૂડ ખરચવા પામે છે. આપણી દશા કસ્તુરી મૃગ જેવી જ છે. દ્રવ્યયા અને ભાવદયાને ભેદ, ૫૦૦ બચાવી ૧૫૦૦ આપનાર ૫૦૦ બચાવો નથી પરંતુ પંદરસો ગુમાવે છે.]
સંસારસાગર. શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય યશવિજ્યજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે સૂચવી ગયા છે કે આ ભયંકર ભવસાગર એ એક સાગર-સમુદ્ર જ છે. સમુદ્ર જે વિશાળ છે તેવો જ આ સંસાર પણ વિશાળ છે. સમુદ્ર જે ભયંકર છે તેવો જ આ સંસાર પણ ભયંકર છે. સમુદ્રમાં જેમ પ્રચંડ મચ્છકચ્છની વસ્તી હોય છે તે જ પ્રમાણે કામ, ક્રોધ, મદ, મેહ, લેભ આદિ મચ્છકર૭પોને આ સંસારસાગરમાં પણ વિસ્તાર છે. જેમ સમુદ્રમાં લુંટારા, ચાંચીયા ઈત્યાદિ હોય છે. તેવા જ સગાસ્નેહી રૂપ લુંટારા, ચાંચીયા આ સંસારમાં પણ વિદ્યમાન હોય છે, અને જેમ એ સમુદ્રમાં પડેલી વસ્તુ પડયા પછી તે હાથે ચડવી દુર્લભ છે તે જ પ્રમાણે જે માનવભવરૂપી રત્નને આપણે આ સંસાર સાગરમાં બેઈ નાંખીએ તે તે ફરી પામવું અતિ મુશ્કેલ છે. હવે અહીં તમારે મુખ્ય એ વાત સમજવાની જરૂર છે કે બેઈ નાખેલે માનવભવ પુનઃ મેળવવું એ શાસ્ત્રકારોએ મહામુશ્કેલ વાત છે એમ શા માટે અને શા આધારે