________________
હ૪
આનંદ પ્રવચન દર્શન
- આચાર્યશ્રી ઉત્તર આપે છે કે “સાધુપણું મેળવ્યા સિવાય દષ્ટિવાદ ભણવે શક્ય જ નથી !”
હવે અહીં આર્ય રક્ષિતજી જે ઉત્તર આપે છે તે બરાબર ધ્યાનમાં ત્યે ! આજે તે એવું કહેનારા પણ સંખ્યાબંધ માણસે નીકળ્યા છે કે “સૂત્રો શા માટે એકલા સાધુઓને જ ભણાવવામાં આવે છે, શું અમારી બુદ્ધિ કાંઈ થોડી છે કે અમને સૂત્રો ભણાવવામાં આવતા નથી!” આવું બેલનારાઓને ધર્મના વિષયમાં ગડમથલ કરવી છે, પરંતુ તેમને સમાજને પ્રત્યક્ષ વ્યવહાર કેવી રીતે ચાલે છે તેટલું પણ જેવું નથી. જગતના સામાન્ય શિક્ષણ તરફ તમે ધ્યાન આપશો તે એ તમને જણાઈ આવશે કે ચોક્કસ જ્ઞાન અધિકાર પરત્વે જ પ્રાપ્ત કરી શકાય છે, અન્ય રીતે નહિ.
મેડિકલ કોલેજનાં સઘળાં પુસ્તક વાંચી નાખે, પરીક્ષા માટે ઠરાવેલી સઘળી પડીઓ પૂરી કરે અને તેની પરીક્ષામાં પણ કઈ વિદ્યાર્થી પાસ થાય, તે પણ તેને આ જ્ઞાનથી તેને દાક્તરી જ્ઞાનની ડીપ્લેમા આપવામાં આવતી નથી. કિંવા એવી રીતે પુસ્તકિયા જ્ઞાન મળવનારાઓને પરીક્ષામાં સ્થાન પામવાને માટે પણ ગ્ય લેખવામાં આવતું નથી. જે વિદ્યાર્થી પરીક્ષા પહેલાં ઠરાવેલા દિવસે કેલેજમાં દાખલ થાય છે, તેને જ એ પરીક્ષાને માટે અધિકારી લેખવામાં આવે છે, એ જ રીતે જ્ઞાનને માટે પણ અધિકાર જ આવશ્યક રહ્યો છે.
સાધુત્વની યાચના. હવે આર્યરક્ષિતજીના સંસ્કાર જુઓ. આર્ય રક્ષિતજીના સંસ્કાર જઈએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા માતાના સંસ્કારની છાપ કેવી ભવ્ય હશે તે માલુમ પડે છે. આર્યરક્ષિતજી એવી દલીલ નથી કરતા કે “શા માટે મને દષ્ટિવાદ શીખવવામાં આવતું નથી?” ગુરુ સાધને જ દષ્ટિવાદ શીખવી શકાય છે એમ કહે છે એટલે આર્ય રક્ષિતજી પિતાને સાધુવની દીક્ષા આપવાની ગુરુદેવને વિનંતી કરે છે.