________________
૩૨૨
આનંદ પ્રવચન દર્શન રાજી થવાપણું રહેતું જ નથી. તું દષ્ટિવાદ ભણે તે જ રાજી થાઉં, તારે તારા આત્માનું કલ્યાણ કરવાની જરૂર છે અને તે જરૂરિયાત દૃષ્ટિવાદ ભણવાથી પૂર્ણ થાય એમ છે, માટે દષ્ટિવાદ ભણુને તેમાં પારંગત થઈ આવશે, ત્યારે જ મારો પુત્ર સાચી વિદ્યા ભણ્યો છે એને મને આનંદ થશે. -
વિચાર કરો કે આર્ય રક્ષિતની માતાએ પોતાના પુત્ર ઉપર આ કે મહાન ઉપકાર કર્યો છે. આજની કેટલી માતા પિતાની સંતતિને આવે શુભ માર્ગે વાળવા તૈયાર છે તેને વિચાર કરો.
નાટકારની દષ્ટિ કયાં ? આર્ય રક્ષિતજીની માતા પણ જે આજની માફક જ દુનિયાદારીની સ્થિતિમાં ફસેલી હતી તે તેને હાથે આર્યરક્ષિતજીની કેવી દશા થવા પામત તેને વિચાર કરી લે. આજની તમારી સ્થિતિ તે એ છે કે ગમે તે થાય તે પણ તમારા પુત્ર દુનિયાદારીની કક્ષામાંથી બહાર ન જવો જોઈએ. છોકરાને ધર્મને માગે તમે વાળે છે, તેને ઉપાશ્રયે મેકલે છે, તેની પાસે કિયાઓ કરાવે છે એ બધું ખરું, પરંતુ તે માત્ર એક ખેલની માફક ! નાટક્કારે નાટક કરે છે. રાજારાણીના પાઠ ભજવે છે, રાજનું પરોપકારીપણું દર્શાવવા પરોપકારીપણાને અભિનય કરે છે. પરંતુ તેની દષ્ટિ તે માત્ર પૈસા ઉપર જ છે. અન્યત્ર તેની નજર નથી ! પ્રમાણે તમારી સ્થિતિ પણ એ જ છે કે તમારાં બાળકોને તમે ધર્મમાં પ્રેરો છો ખરા, પરંતુ તે તમારા સાંસારિક સર્કલમાં તે રહેવા જ જોઈએ. જે એ સર્કલમાંથી કોઈ બહાર જવાની તૈયારી કરે છે કે ત્યાં તરત તમારે વિરોધ ખડે જ છે ! જેનકુળની મહત્તા કેવી છે તેનું સુંદરમ સુંદર દસ્કૃત આર્ય રક્ષિતજીનું જીવન પૂરું પાડે છે. માતા પુત્રને આત્મકલ્યાણને માર્ગે પ્રેરે છે. પુત્ર પણ માતાને એ આદેશ યથાર્થ રીતિએ ઝીલી લે છે અને દષ્ટિવાદ ભણવાને માટે આચાર્યદેવની પાસે રવાના થાય છે.
આર્યરક્ષિતજી ઉપાશ્રયમાં માતા પિતાની સગાઈને ઉપગ કે કરે છે તે પણ અહીં