________________
૩૨૦
આનંદ પ્રવચન દર્શન વાળતાં તેને મળનારા રાજા-મહારાજાઓના માન-સન્માનને અંત આવશે. તત્પશ્ચાતું તેનું વડીલ તરીકે પણ પરિવારમાં સ્થાન રહેશે નહિ. આટલું છતાં માતા પિતાના સંતાનનું હિત કરવા તત્પર થાય છે અને તેને આર્ય રક્ષિતને મળેલ આ વૈભવ અને વિદ્યાથી કશે જ આનંદ આવતું નથી માતા શાક કરે છે કે હિંસાથી પ્રેરિત એવાં શાસ્ત્રો માટે સંતાન ભણ્ય છે. તેને યોગે ભવમાં ભટકવાપણું તેના ભાગ્યમાં આલેખાયેલું છે અને એવા સંગમાં મને આનંદ કયાંથી થાય?
હવે આર્ય રક્ષિતની માતાની આ મનોદશા જોડે આજની આપણી મને દશા સરખાવીએ તે માલૂમ પડે છે કે તેમનામાં રહેલા ધર્મના ભવ્ય સંસ્કારોને સેમે ભાગ પણ આજે આપણામાં નથી ! તમારો છોકરા બી. એએલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરે છે તે તમને તેથી અતિઆનંદ આવે છે. હજી તે જે કે એ પરીક્ષાથી તેને કશે. જ લાભ થયો નથી. બી. એ. કિંવા એલએલ. બી.ને એકે અક્ષર કણિયે વેચાતે લઈને સવાશેર ખીચડી પણ જોખી આપવાને નથી. છતાં જ્યાં પરીક્ષા પાસ થવાની વાત સાંભળો છે કે પેંડા વહે ચે. છે ! પદગલિક સંપત્તિ મેળવવાના દ્વારો તમારો પુત્ર ઉઘાડે છે તેથી. પિતાને આનંદ ન થતું હોય એવાં માબાપ આજે જગતમાં કેટલાં છે તે વિચારો.
આત્માના કલ્યાણ માટે શું તમારા છોકરાએ પરીક્ષા પસાર કરી છે એ વાત તમે. સાંભળે છે ત્યારે તમને કદી એવો વિચાર આવ્યું છે ખરો કેર
મારા પુત્રે આ પરીક્ષા પસાર કરી છે, એમાં મારો કે એને શે દહાડા વળવાને હતે ?” કદી નહિ !! પૌગલિક સંપત્તિને માગે વળવાની જાહેરાત એટલે જ પરીક્ષા પસાર કરવાપણું છે. છતાં ત્યાં તમને કદીએ દિલગીરી થતી નથી ! હવે આર્ય રક્ષિતજીની માતાના હદયને અહીં વિચાર કરો. આર્ય રક્ષિતજીની માતાજી એમ માને છે કે પુત્રે ચૌદ વિદ્યાઓની પ્રાપ્તિ કરી છે, પરંતુ એ ચૌદ વિદ્યાઓ હિંસા, પરિગ્રહ, વિષય-કષાય ઈત્યાદિને પોષનારી છે અને એ સઘળાનું