________________
૩૧૮
આનંદ પ્રવચન દર્શન
માતા પોતાના બાળકને સાચો શ્રાવક બનાવી શકશે. ત્યારે પિતા : સારા સંરકારવાળે હશે તે બાળકને નિરંતર ધાર્મિક સંસ્કારો પાડતે એ જ રહેશે પરંતુ તે છતાં માતાના સંસ્કારે જે સારા નહિ હોય તે
પિતાના પાડેલા સંસ્કારે નકામા જશે અને માતાના વર્તનની છાપ - જ બાળક ઉપર દઢ થશે, એટલા જ માટે શ્રાવક કુળમાં માતૃગત - જતિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે.
માતાની મહત્તા પણ ધમને અંગે. માતાની આટલી મહત્તા કહેવામાં આવી છે તે સર્વથા સાચી છે. પરંતુ તે ઉપરથી એમ સમજવાનું નથી કે પિતાની ફરજ બાળકને ધર્મને પથે જોડવાની નથી. બાળકમાં ધાર્મિક સંસ્કાર રાખવા એ ફરજ જેટલે અંશે માતાની છે, તેટલે જ અંશે પિતાની પણ છે જ. પરંતુ પિતા જે ધાર્મિક સંસ્કારે નાખે છે તે ટકવા અને તેનું પોષણ થવું એ માતા પર જ અવલંબે છે, આથી જ જૈનકુળમાં માતૃગતજાતિનું મહત્ત્વ કબૂલ રાખવામાં આવ્યું છે. જે ઘરમાં માતા શ્રાવિકાના રંગમાં રંગાએલી ન હોય તે ઘરમાં બાપ બાળકમાં ઘાર્મિક સંસ્કારો નાંખશે તે પણ તેની અભિવૃદ્ધિ થવાનું મુશ્કેલ બની જશે. - જ્યારે માતા જ જે ધર્મના રંગમાં રંગાએલી હશે, તે સેંકડે નેવું બનાવમાં તે તેની માતાનાં સંતાનો કદાપિ પણ ધર્મવિમુખ - નહિ જ થાય એ ખુલ્લું જ છે. માતાની મહત્તા કેટલી છે? જે તે ધારે તે પોતાના સંતાનને કે ધર્મનિષ્ઠ બનાવી શકે છે તે માટે જૈન સાહિત્યમાં આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મહારાજનું - ઉદાહરણ સ્પષ્ટ છે. આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજના પિતા જાતે બ્રાહ્મણ અને ધર્મે વૈદિકધમી હતા. બ્રાહ્મણ જાતિમાં તેમના તત્વજ્ઞાન અને લેકવ્યવહારના નિયમ પ્રમાણે ગર્ભથી આઠમું વર્ષ બેસે છે, ત્યારે જઈ દેવામાં આવે છે અને પછી તે બાળકને વિદ્યાભ્યાસ આરંભાય છે, પરંતુ જે બાળકને પિતા પોતાના બાળકને વેદનું જ્ઞાન આપવા માગતા હોય તે પિતા ગર્ભથી પાંચમું વર્ષ ગણીને