________________
૩૧૬
-
આનંદ પ્રવચન દર્શન
અને ત્યાં કાઉસગ કરીને તેણે ઘર પ્રતિજ્ઞા કરી કેઃ “હે શાસનદેવતા! મારા ઉપર જે મહાભયાનક આળ ચઢયું છે તે આળ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી મારે અન્નજળને ત્યાગ છે.” સુભદ્રાએ આવી પ્રતિજ્ઞા કરી કે તરત જ આકાશવાણી થઈ કેઃ “હે સુભદ્રા ! તારા ઉપર ચઢેલું આળ આવતી કાલે ઊતરી જશે !”
બીજે દિવસે દૈવીશક્તિથી નગરના કિલ્લાનાં બારણું બંધ થઈ ગયાં. બાર એવાં બંધ થઈ ગયાં કે તે ગમે તે પ્રકારે ઊઘડે નહિ. બારણા પર હડા મારે તે હથોડા ઉછાળીને પાછા પડે. છેવટે આકાશવાણી થઈ કે “જે કઈ સાચી સતી હશે અને તે મહિલા જે કાચા સુતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢી તે પાણી બારણા પર છાંટશે, ત્યારે જ આ કિલ્લાનાં બારણાં ઊઘડી જશે !” આકાશવાણી સાંભળી ચંપાપુરીના રાજાએ તે ઢહેરે પીટાવ્યું. રાજાએ જાણ્યું કે મારા અંતઃપુરમાં જે નારીએ છે તે તે સતીઓ છે જ, એટલે આ કામ અવશ્ય પાર પડશે. આમ ધારી રાજાએ રાણીઓને પાણી ભરવા મકલી, પરંતુ તેઓ કાચા સુતરથી - જ્યાં ચારણું બાંધીને કૂવામાં મૂકે છે કે ત્યાં જ સુતરને તાંતણે -તૂટી ગયે. મન, વચન અને કાયાએ યુક્ત એવું સતીત્વ કેટલી રમણીઓ પાળે છે તે જાહેર થયું અને હજારો કુળકામિનીઓની બેઆબરૂ થઈ.
સતી પરીક્ષામાં પસાર હવે સુભદ્રાએ આ કાર્ય કરવા સાસુની રજા માંગી સાસુએ જવાબ આપ્યો : “બસ ! બસ ! તારું સતીત્વ કેવું છે તે તે હું જાણું છું ” સુભદ્રા સસરા પાસે ગઈ. ત્યાંથી પણ એ જ જવાબ મળે. પતિ પાસે રજા લેવા ગઈ ત્યારે પતિએ કહ્યું કે “મારી માતા તે તારા ઉપર આવું આળ મૂકે છે, પરંતુ મારો તારા ઉપર પ્રેમ છે, માટે જે તારી મરજી હેય તે હું તને આ કાર્યમાં પ્રવૃત્ત થવાની રજા આપું છું.'