________________
માતાપિતાની જવાબદારી
૩૧૫ .
કે અનેક પુરુષો તેને વરવાની ઇચ્છા કરતા હતા. છેવટે એક અજૈન બૌદ્ધ એવા વિચાર કર્યા કે હું અજૈન છુ' એટલે સુભદ્રાના પિતા સુભદ્રા - મને આપવાના નથી. આથી તે નામધારી જૈન બન્યા અને સુભદ્રાને પરણ્યા. પેલેા બૌદ્ધ સસરાના કહેવાથી પાતે જુદો રહ્યો છે, જેથી પેાતાની જૈનપુત્રીમાં બૌદ્ધના સંસ્કાર ન પડે. પરણ્યા પછી પેાતાને પરણનારે કેવા પ્રપ`ચ કર્યાં છે તે વાત સુભદ્રાના સમજવામાં આવી ગઇ. સુભદ્રાએ પોતાના ભાગ્યમાં જે લખ્યુ હશે તે થયુ` છે. એમ માનીને તેણે સ ંતાષ માન્યા અને તે પોતાના જૈનાચાર ખરાખર રીતે પાળવા લાગી. સુભદ્રાના સાસુ-સસરા અજૈન હતા, તેમને સુભદ્રાના જૈનાચાર શલ્યની માફક ખૂંચવા લાગ્યા.
66
હવે એવું બન્યું કે એક દિવસ સુભદ્રા ખારણે ઊભી હતી એવામાં એક તપસ્વી જૈન સાધુ ત્યાંથી પસાર થતા હતા. સાધુના નેત્રમાં રસ્તામાં ચાલતાં કાંઈક ઘાસનું તણખલું પડયું હતુ. અને તેથી તેમની આંખ લાલચાળ બની તેમાંથી પાણી ઝરી રહ્યું હતું. સુભદ્રાએ સાધુને જોઇને તેમને કહ્યુ : મહારાજ ! આપના નેત્રમાં કાંઇક તરણું પડયું છે માટે જો આપ ઊભા રહે। તા તમારી આંખમાંનું તરણું હું કાઢી નાંખું !” સાધુ અનુગ્રહ કરીને ઊભા રહ્યા એટલે સુભદ્રાએ પેાતાની જીભ તેમની આંખમાં ફેરવી, જેથી જીભના કરકરા અગ્રભાગને ચાંટીને પેલું તણખલું નીકળી ગયું. સુભદ્રાએ પેાતાની જીભ સાધુની આંખમાં ફેરવી તે સમયે તેના કપાળે કેસરના ચાંદલા કરેલા હતા, આ ચાંદલે ; લીલેા હોવાથી ચાંદલાની છાપ સાધુના
કપાળમાં ચાંટી ગઈ.
કુળમિનીએની પરીક્ષા.
હવે એવું થયું કે સાધુ નીકળીને જ્યાં બહાર જાય છે ત્યાં સુભદ્રાની સાસુ આવી પહેાંચી. તેણે સાધુના કપાળમાં કેસરના તિલકની છાપ જોઈ અને તેથી તેણે સુભદ્રાને દુરાચારિણી માની લઇ તેના ઉપર વ્યભિચારનું પાતક મૂકયું. સાસુસસરા વગેરેએ તેના તિરસ્કાર કર્યા. ખિન્ન થએલી સુભદ્રા આથી શાસનદેવતા પાસે ગઇ