________________
૩૧૪
આનંદ પ્રવચન દર્શન શકતું નથી. ગત જન્મમાં જેણે શુભ ક્રિયાઓ કરી હશે અને તેને યેગે જે તેણે સારા કર્મો બાંધ્યાં હશે, તે જ તેને શ્રાવક કુળની પ્રાપ્તિ થાય છે.
માતુગતજાતિનું મહત્ત્વઆ રીતે પુનઃ જરા પહેલાંથી આપણે વિચારેલા કમને તપાસી. જોઈએ. સંસારસાગરમાં ચોર્યાસી લાખ યોનિ છે. ચેર્યાસી લાખ
નિમાં ગર્ભજનાં સ્થાન બહુ ડાં છે. તે સઘળામાં મનુષ્યભવ દુર્લભ છે, મનુષ્યભવની પ્રાપ્તિ થાય તે પણ આર્યક્ષેત્ર મળવું એ મહાદુર્લભ છે, આર્યક્ષેત્રમાં પણ આર્યકુળ દુર્લભ છે અને તેમાંએ શ્રાવક કુળ એ તે અતિદુર્લભ વસ્તુ છે. હવે તમે શ્રાવક કુળ ઉપર આવી પહોંચ્યા છે. પરંતુ તે છતાં પણ જાતિને વિચાર અહીં શાસ્ત્રકારોએ કર્તવ્ય તરીકે માનેલ છે.
બાપ-પિતાના ઉપરથી કુળ ગણાય છે, પરંતુ જાતિ તે માતા ઉપરથી જ સિદ્ધ થાય છે. પિતાને જે પક્ષ હોય તે કુળ કહેવાય છે અને માતાને જે પક્ષ હોય તે જાતિ કહેવાય છે. પિતા સારા હોય, કુળવાન હોય, ધર્મશ્રદ્ધાવાળા હોય છતાં પણ સુજાતિ મેળવવી એ શ્રાવક કુળ મેળવ્યા પછી પણ મહાદુર્લભ છે, અને એવી સારી જાતિ પણ શુભ કિયાઓ દ્વારા સારા કર્મો બાંધ્યાં હોય તે જ તેથી પ્રાપ્ત થનારી છે, અન્યથા નહિ! પિતા કરતાં બાળકને ઘાર્મિક સંસ્કાર પાડવામાં માતાનું મહત્વ વધારે છે. પિતા ચુસ્ત શ્રાવક હોવા છતાં માતા મિથ્યાત્વીના કુળની હોય તે કઈ પણ જાતના સંશય વિના પણ આપણે એમ કહી શકીશું કે બાળકનો જન્મ બગડયા વિના. રહેવાને નથી જ !
સુભદ્રાનું મહત્વ માતાની જાતિનું મહત્ત્વ કેટલું છે તે આપણે સુભદ્રાસતીના દૃષ્ટાંત ઉપરથી સારી રીતે સમજી શકીએ છીએ. સુભદ્રા એક ચુસ્ત જૈન ગૃહસ્થની પુત્રી હતી. તેનું સૌંદર્ય એટલું બધું આકર્ષક હતું