________________
૩૧ર
આનંદ પ્રવચન દર્શન વિરાધનાના પાપથી અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા હતા. પરંતુ તેને તેને શેક એટલો બધે થયો હતો કે છેવટે તે માતા, પિતા સઘળાને ઠગીને, ઘર તજીને નીકળી ગયા. લક્ષ્મીને લાત મારી અને રાજગૃહીના મહારાજા શ્રીણિકના પુત્ર અભયકુમાર સાથે મિત્રતા કરી અને છેવટે દીક્ષા લીધી.
અનાર્ય કુળમાં ઉપજ્યાને ભવ્ય આત્માને કેટલે શોક થાય છે તે જુઓ ! જે સદા સર્વદા ધર્મને ચાહક છે એ જીવ શ્રાવક કુળ સિવાય અન્ય કુળમાં જન્મ લેતું નથી. શ્રીમંતાવસ્થા, ધનવૈભવ અને છેવટે ચકવતી પણું પણ ત્યાગવા લાયક કહ્યું છે તે શ્રાવક કુળને અંગે ત્યાગવા લાયક કહેલું છે; આ કથનને મર્મ સ્પષ્ટ રીતિએ એટલે જ છે કે આત્માને હિતની દષ્ટિએ જેનું ગાજવું ઘડાએલું છે તેને ત્રાજવામાં એક તરફ શ્રાવક કુળ મૂકે અને બીજી બાજુએ ધન, વૈભવ, સંપત્તિ, સંતતિ અને છેવટે ચક્રવતી પણું મૂકે તે પણ એ ત્રાજવાનું શ્રાવક કુળવાળું પલું જ નીચે નમી ગયા વગર રહેશે નહિ.
ભયંકર ભૂલભૂલામણી. શ્રાવક કુળની શાસ્ત્રકારોએ આ રીતે મહત્તા બતાવી છે. બીજી અસંખ્ય યોનિઓ કહી છે. આ સઘળી નિમાંથી પસાર થઈને મનુષ્યનિમાં આવવું તે પ્રચંડ ભૂલભૂલામણીઓમાંથી પસાર થવા -બરાબર છે. તમારા લક્ષ્યમાં આ વસ્તુ યથાર્થ પણે આવવાની જરૂર છે અને તે માટે તમારે એક પછી એક યુનિઓ જીવાત્મા કેવી રીતે મેળવે છે તે વસ્તુ સમજવી આવશ્યક છે. જીવાત્મા સૂક્ષ્મનિગોદમાંથી આદરનિગોદમાં, તેમાંથી પૃથ્વીકાયમાં, વનસ્પતિકાયમાં અને તે પછી જલ, તેજ, વાયુમાં પ્રવેશ કરે છે, ત્યાંથી બે ઇન્દ્રિયવાળી નિમાં જીવાત્મા જાય છે અને ત્યાંથી પણ તેને ભિન્ન ભિન્ન યુનિઓ મળ્યા કરે છે. આ દરેક નિયામાં પણ આવી જ પ્રરાંડ ભૂલભૂલામણીઓ રહેલી છે. આ સઘળી યોનિઓમાંથી પસાર થઈને જીવાત્માને મનુષ્યનિમાં આવવું પડે છે.
શાસ્ત્રકારોએ ચોર્યાસી લાખ યોનિઓ કહી છે, પરંતુ તેમાંથી