________________
20
માતાપિતાની જવાબદારી
સાધુ જગતની બધી ચિંતા કરે છે તે સાધુ રહેતું નથી પણ છે પંચાતિયા બની ય છે. વિષય અને ઇન્દ્રિયોની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સઘળી પ્રવૃત્તિઓ એ લૌકિક માર્ગ છે અને આત્માની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે લેકેત્તર માર્ગ છે.
જીવ અનાદિને છે, ભવ અનાદિને છે, કર્મ સંગ અનાદિને છે. | આ ત્રણ બાબતની શુદ્ધ સમજણ શ્રાવકકુળમાં ગળથુથીથી મળવી જોઈએ. દેવો પણ જૈનકુળની માગણી કરે છે તે ધર્મપ્રાપ્તિને લઈને છે. જૈનકુળમાં પણ તે બાળકને સંસ્કાર આપનાર તે માતા છે. માતાને પક્ષ તેને જાતિ કહે છે. આવી ઉત્તમજાતિ મળવી તે પણ અત્યંત દુર્લભ છે.
જાતિ સંબંધમાં સુભદ્રાનું દષ્ટાન્ત તથા આર્ય રક્ષિતની માતાનાં દૃષ્ટાન્ત ખૂબ મનનીય છે.]
|
આ તે સાધુ કે પંચાતિય ? આજના જગતને પૂછીએ કે ભાઈ ! સાધુ કેને કહે ? તે જવાબ મળશે કે જે પ્રજાનું કલ્યાણ ચિંતવે-કલ્યાણ ચિંતવે તે આત્માના હિતરૂપ કલ્યાણ નહિ, પણ દ્રવ્યાદિની વૃદ્ધિથી યુક્ત એવું કલ્યાણ. દેશમાં ઉદ્યોગ, હુનર કેમ વધે, સ્ત્રીઓ અને પુરુષ બળવાન થઈને સારી સંતતિ કેમ ઉત્પન્ન કરે એ સઘળાને જ જે સદાકાળ વિચાર કર્યા કરે છે તે સાધુ છે. મહાનુભાવે ! જે સાધુને આવા જ વિચાર કરવાના હોય તે પછી એ સાધુને “સાધુ” ન કહેતાં તેને “પંચાતિયો” કહેવો એ વધારે વારતવિક છે. સાધુએ પિતના ઘરની. સમૃદ્ધિ છેડી છે, તેણે પિસા-ટકા છોડ્યા છે, સ્ત્રીપુત્રો છેડયા છે.