________________
માતાપિતાની જવાખદારી
૩૦૯
છે, બીજા સઘળા સુખવભવાને લાત મારે છે અને તે મહાપવિત્ર એવુ જૈનકુળ સ્વીકારે છે. ત્યારે હવે આપણે પુખ્તપણે જીવની આ વિચારણાનુ રહસ્ય તપાસે કે જીવ કઈ આશાએ ચક્રતિ પણાને ભાગે જૈનકુળ ઇચ્છે છે, જૈનેતર કુળમાં પણ જન્મમરણાદિના જે દુ:ખા પડે છે તે સઘળાં જ જૈનકુળમાં પણ વિદ્યમાન છે; તેા પછી જૈનત્વની મહત્તા શુ હશે તે વિચારા. જૈનત્વની મહત્તા એ છે કે અન્યત્ર ગળથૂથીમાંથી જ જીવને પૌલિકતાનુ ઝેર મળે છે જ્યારે જૈનકુળમાં ગળથૂથીમાંથી જ ધર્મામૃતની પ્રાપ્તિ થાય છે.
પૌદ્ગલિક પ્રવૃત્તિ પરત્વે ધિક્કાર. શ્રાવક કુળના અને અન્ય કુળાના તફાવત તમે અહી સૂક્ષ્મપણે ધ્યાનમાં લેશે. તેા જ તમેા શ્રાવક કુળની મહત્તાને સારી પેઠે સમજી શકશે. તેમ કર્યા વિના જૈનત્વની મહત્તા તમારા ખ્યાલમાં સારી રીતે આવવાની નથી. સાધારણ રીતે બહારથી જોશેા તા જૈન અને જૈનેતર કુળમાં તમાને કશા પણ ભેદ નહિ જણાય ! અજના પણ ધંધારાજગાર, વ્યાપાર કરે છે અને તેની જ કેળવણી પેાતાનાં બચ્ચાં કરાંને આપે છે અને જના પણ પૌદ્ગલિક તત્ત્વાને પોષતા ઉદ્યમવ્યવસાય જૈનબાળકાને શીખવે છે અને છતાં જ્યારે આપણે જૈન અને જૈનેતર કુળામાં તફાવત માનીએ છીએ તેા તે તફાવત શું હશે તે ધ્યાનમાં લેવુ જ જોઇએ.
એ તફાવત એટલા જ છે કે જૈનેતર કુળમાં સાંસારિક વ્યવહાર કરવા ચે!ગ્ય છે એમ માનીને કરવામાં આવે છે ત્યારે જૈન કુળમાં પૌદ્ગલિક વ્યવહારો કરવા ચેાગ્ય તા- ની જ પણ તે નિરૂપાયે કરવા પડે છે એમ માનીને કરવામાં આવે છે. સુધારકામાં અને ધી વર્ગમાં પણ જે તફાવત નજરે પડે છે તે અહીં જ છે. જગતની સઘળી પ્રવૃત્તિઓને સુધારકા આદરણીય માનીને આદરે છે અને તે કરવી પડે છે માટે ધમી વર્ગ કરે છે અર્થાત્ પૌદ્ગલિક પ્રવૃત્તિ એ જ એકનુ ધ્યેય છે ત્યારે ખીજાને પૌદ્ગલિક પ્રવૃત્તિએ પરત્વે ધિક્કાર છે.