________________
ટ
**
૨૯૬
આનંદ પ્રવચન દર્શન પૂર્વાશ્રમમાં પૈસાવાળો હતો કે ગરીબ હતો એ જોવાની જરૂર જ રહેતી નથી. તમે જુઓ છો કે એ તદ્દન દરિદ્ર એ ભિખારી હોય અને તે દીક્ષા ગ્રહણ કરે તો ચકવતાં સુદ્ધાં તેને નમે છે. અહીં જે પૂર્વાશ્રમની રિદ્ધિ એ જ શાસ્ત્રીયતા અને વ્યવહાર હોય તો ભિખારી સાધુને ચકવતી કદાપિ વંદન ન જ કરત! પરંતુ આપણે જોઈએ છીએ કે વ્યવહાર તે નથી. એટલા પરથી એ સિદ્ધ થાય છે કે પૂર્વાશ્રમની રિદ્ધિ અથવા દરિદ્રતા જેવાની જરૂર જ નથી ! પહેલા ભવમાં ભિખારી હોય, અરે ! પહેલા ભવની વાત દૂર રહી, પરંતુ ગેવાળિયાને રાજા દત્તક પુત્ર ઠરાવીને રાજપુત્ર તરીકે સ્વીકારી લે એટલે પછી આપણે તેની પૂર્વાશ્રમની રિદ્ધિ ન જોતાં તેને સલામે જ ભરવા માંડીએ છીએ.
સાચો માર્ગ, જેમ રાજપુત્ર તરીકે દત્તક આવેલે પહેલા રિદ્ધિવાળા હોય કે નહિ તે આપણે જોતા નથી, તે જ પ્રમાણે ધર્મ ક્ષેત્રમાં પણ પહેલાંની અવસ્થા જેડેને કશે જ સંબંધ નથી. જેને ધર્મ પ્રિય છે, જેની ધર્મમાં વૃત્તિ છે અને ધર્મમાં જ જે કલ્યાણ માને છે તેને તે એ જોવાની જરૂર જ નથી કે આ સાધુ થએલે મહાત્મા સાધુ થયા પહેલાં ઝવેરી બજારમાં બેસીને હીરા વેચતે હતો કે માથે ડબો મૂકીને ઘાસલેટની ફેરી કરતો હતો. તે તો તેની વિદામાન જ્ઞાનપ્રિય એવી સાધુ અવસ્થાને જ નિહાળે છે અને એ જ્ઞાનરુચિને જોઈ તેના પરમ પ્રતાપી વિજયી વૈરાગ્યને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તરીકે જ કબૂલ રાખે છે. આ જ કારણથી ધર્મશાસ્ત્રવેત્તા એવા મહાત્માએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એને જ મેક્ષને માર્ગ કહ્યો છે. પરંતુ ઋદ્ધિ, યશ અને પરિવાર એને મેક્ષમાર્ગ કહી દીધો નથી. શું શાસ્ત્રકારનાં વચનેની આ ગૃઢતા તમે કદી વિચારી છે?
તરવાર લઈને ઊભેલા પ્રભવસ્વામી. જેમ વ્યવહારમાં આ ભવની દશા જોવામાં આવે છે અને તેના પહેલાંના ભવે જોવામાં આવતા નથી, તે જ પ્રમાણે ધર્મના ક્ષેત્રમાં પણ વિદ્યમાન અવસ્થા જ જોવામાં આવે છે, આગલી પાછલી અવરથાઓ,