________________
વૈરાગ્યને વિવેક
૨૯૫ ભૂતકાળમાં – ગયા જન્મમાં પાપ કરવાવાળો હતો કે પુણ્ય કરવાવાળા હતો તે આપણે જોતા નથી. તેની પાસે આગલા જન્મમાં પૈસા-ટકા હતા કે તે ભિખારી હતો તે કઈ તપાસતું નથી. તેના આગલા ભવના માબાપ કુળશીલ હતા કે નીચ હતા તે કોઈ જોતું નથી, એ જ પ્રમાણે તે રાજગાદીએ બેસીને ભવિષ્યમાં રાજાના ગુણેને યેગ્ય નીવડશે. કે કેમ તે પણ આપણે જતા નથી. વર્તમાનમાં પણ તેના શરીરમાં ખોડખાંપણ હોય તો તેને પણ આપણે દયાનમાં લેતા નથી, પરંતુ તે રાજાને ત્યાં ચાવતરે છે એટલા ઉપરથી જ આપણે તેને રાજકુમાર કહીએ છીએ અને તેને વર્તમાન, ભૂત કે ભવિષ્યકાળ આપણે જેતા નથી. જેમ રાજાને ત્યાં જન્મ એ જ રાજપુત્રત્વ માટેની યોગ્યતા છે, તે જ પ્રમાણે વ્રત પચ્ચફખાણ આદિની ક્રિયા એ જ સુસાધુતા માટેની યોગ્યતા છે.
આ ધર્મભાવના છે, ત્યાં શુદ્ધ સાધુત્વ છે. રાજાને ત્યાં જે જન્મે છે તે રાજકુમાર છે, પછી તે ભૂતકાળમાં ગમે તે હોય, તે જ પ્રમાણે જેનામાં ધર્મની ભાવના છે, જે કમરૂપી ઘેરશત્રુના પાશમાંથી છૂટવાને માટે જ ત્યાગી થયે છે અને જે વ્રત પચ્ચખાણ આદિમાં જોડાએલે છે તે પણ પૂર્વાશ્રમમાં દુ:ખી હતો કે સુખી, તેને બાપ કે બાયડી મરી ગયાં હતાં કે નહિ અથવા તે. તેણે વેપારમાં ખોટ ખાધી હતી કે નફે કર્યો હતો અને તેમાંના કયા કારણથી પ્રેરાઈને તેણે સાધુવ ગ્રડણ કર્યું હતું એ બધું આપણે જોવાનું નથી જ. જેનામાં સાધુત્વવસ્થામાં વ્રત પચ્ચકખાણાદિ રહેલાં છે, જેનામાં ધર્મબુદ્ધિ છે અને કર્મ પાશથી છૂટવાની આશાએ જેમણે સાધુતા ગ્રહણ કરેલી છે, એવા સઘળા પ્રસંગો દ્વારાએ દશ્યમાન થતું સાધુત્વ એ સુસાધુત્વ જ છે અને એવા સાધુત્વને સમર્પાયેલી શ્રીમતી ભાગવતી દીક્ષા એ સુગ્ય દીક્ષા હેઈ, તેની ભૂમિકા રૂપે પ્રવર્તતે વરાગ્ય એ અવશ્યમેવ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે.
અહીં પૂર્વાશ્રમ ન જોવાય ! જે આત્મા વ્રત પચ્ચકખાણ આદિમાં ઊતર્યો છે તે આત્મા.