________________
૨૮૮
- આનંદ પ્રવચન દર્શન
પ્રવૃત્તિ કરી હતી એટલે જ તેમનું કાર્ય દુખગર્ભિતપણાની કેટીમાંથી બહાર નીકળી ગયું હતું.
હવે અહીં ખૂબ વિચારજે કે સંકટથી પ્રેરાઈને આત્મવિસર્જનને માટે પ્રેરાયા હતા છતાં જેમણે વ્રત પચ્ચકખાણાદિની પ્રવૃત્તિ કરી હતી તે દુઃખગર્ભિતાવસ્થામાંથી બચી ગયા હતા, તે પછી સંસારી સંકટના લીધે જ જે ચોથું વ્રત લે અર્થાત્ બ્રહ્મચર્યવ્રત લે, પૌષધ કરે, સામાયિક કરે અને સાધુતા ગ્રહણ કરે તેને તમે કેવી રીતે દુઃખગર્ભિત વૈરાગ્ય કહી શકે ? અને જો તમે આવાં વચને કહી જ દો તે એ તમારું મિથ્યાત્વ જ છે કે બીજું કાંઈ?
મહારાજા સનસ્કુમાર, ફારસી ભાષા ન જાણકારે ફારસી ભાષાને કાગળ વાંચવાને ઢોંગ કરે તે તેવાં ઢોંગીને તમે દંભી કે પાગલ કહી દો તે પછી. આપણે પણ દીક્ષા અને વૈરાગ્યરૂપી પરભાષારૂપ પરમધર્મોને સમજ્યા. વિના તેના ઉપર પણ છાપ મારી આપીએ તો એમાં પણ આપણે મૂર્ખાઈ અને દંભશીલતા જ વિદ્યમાન રહેલી છે, એમ કહી શકાય કે બીજું કાંઈ? હવે એ જ માર્ગે આગળ વધીને સનકુમાર મહારાજાનું આખ્યાન તપાસ.
ઈંદ્ર મહારાજા પિતાની સભામાં મનુષ્યલકમાં રહેલ સનસ્કુમાર ચકીનું રૂપ વખાણે છે. તેમાં શ્રદ્ધા ન રાખનારા કેઈક દેવતા તેનું રૂપ પ્રત્યક્ષ જેવા આવે છે. આ વખતે સનકુમાર ચકી નાખવા માટે તૈયારી કરે છે, લૂગડાં તથા આભૂષણ ધારણ ન કર્યા હોવા છતાં ઇંદ્ર મહારાજાએ જેવું વર્ણન કર્યું હતું તેથી પણ અધિક રૂપ તે દેએ નિહાળ્યું. સનકુમાર ચકીએ દેને પૂછ્યું કે “કેમ અવાગમન થયું છે ?’ જવાબ મળ્યો કે, “આપનું રૂપ મનહર સાંભળી તે જોવા માટે આવ્યા છીએ.” ત્યારે સનસ્કુમાર ચકીએ કહ્યું: “જે વખતે રાજ્યસન ઉપર મુકુટ, આભૂષણ અને વસ્ત્ર પહેરીને બેસું ત્યારે જોવા આવે તે બરાબર રૂપની ખાત્રી થશે.” ત્યાર પછી દેવતાઓ રાજસભામાં જેવા આવ્યા. ચકી ત્યાં પાન ખાઈને બેઠા હતા. ચકીએ પાનની