________________
આનંદ પ્રવચન દર્શન ચાંદલો કરી દેવા તૈયાર જ છે કે, અરે ! આ તો દુ:ખગર્ભિત વૈરાગ્ય છે ! આ આજના ટીકાકારોના હાથમાં બિચારાઓની પાસે અંગુઠે કંક તે છે જ નહિ ? તેમની પાસે મેંશ તૈયાર છે. મેંશ અંગુઠે ભરેલી તૈયાર રાખે છે અને જ્યાં જરા કેઈનું કપાળ દેખાયું કે આ ટીકાકારો તેને કાળે ચાંદલો કરી દેવાને તે બિચારા તૈયાર થઈને ઊભેલા જ હોય છે ! આવા ટીકાકારોએ ચાંદલો કરવાનું પોતાના ભલા માટે છોડી દે એમાં જ તેઓનું કલ્યાણ છે. પરંતુ ટીકાને જ જીવન માનનાર તેમને કોણ સમજાવી શકે ?
- તમારે ચાંદલા નકામે છે. જેઓ ધર્મનિષ્ઠ છે, જેઓ ધર્મની આસ્થાવાળા છે, જેઓ ધમપ્રિય છે, તેવાના કપાળમાં પણ આવા ટીકાકારે મેંશને ચાંદલે લગાવી દે છે, ત્યારે હવે દુખગર્ભિત વૈરાગ્ય કોને કહે તે સમજી
. જે કઈ દુનિયાદારીના કારણસર કંટાળ્યા છે, એ કંટાળાના દુ:ખમાં પણ તેઓ દુનિયાદારીનું સુખ માની રહ્યા છે. છતાં એ સુખ પણ હિસાબમાં રહે નહિ, એટલે એ સુખથી દૂર રહેવાની પ્રવૃત્તિ આદરે એનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. દુઃખમાં પણ જે આત્મહિતબુદ્ધિને ધારણ કરે છે. તપશ્ચક્ખાણની પ્રતિજ્ઞા કરે છે અને જિંદગીને અંત લાવે છે તેવા પ્રસંગેને શાસ્ત્રકારો કદી પણ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેતા જ નથી.
ચેડા મહારાજનું દષ્ટાંત અહીં ફરી વિચારજે. તેનું રાજ્ય જાય છે. સામ્રાજ્ય નષ્ટ થાય છે, અઢાર માંડલિક રાજાઓ ચાલ્યા જાય છે, પિતાની નગરી નષ્ટ થઈ ત્યાં ખેતર થાય છે અને તેથી તે પૃપાપાત કરે છે છતાં ત્યાં વ્રત પચ્ચખાણની પ્રવૃત્તિ થાય છે. એટલા જ કારણથી શ્રીમાન ચેડા મહારાજા દુઃખગર્ભિત વૈરાગ્યની કાળી ટીલીમાંથી બચી જાય છે.
ત્યાં દુ:ખગભિત શબ્દ વાપર્યો છે કે ? શ્રીમાન ચેડા મહારાજે મરવાનું શા માટે યોગ્ય માન્યું હતું તે વિચારે. દુ:ખમય કારણથી બચવાને માટે જ તેમણે મરવાનું